• Gujarati News
  • મોટી કુંકાવાવનો ગ્રામ્યમાં સમાવેશ કરાયો

મોટી કુંકાવાવનો ગ્રામ્યમાં સમાવેશ કરાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોટીકુંકાવાવ ગામને છેલ્લા પંદરેક વર્ષથી શહેરી વિસ્તારમાં ગણતરી કરી પીજીવીસીએલ દ્વારા તે મુજબના વિજ વપરાશના બીલ આપવામા આવતા હતા ત્યારે પ્રશ્ને કુંકાવાવ-વડીયા તાલુકા કોંગ્રેસ સેવાદળ દ્વારા ઉચ્ચકક્ષાએ રજુઆત કરવામા આવતા શહેરી વિસ્તારમાંથી ગ્રામ્ય વિસ્તારમાં સમાવેશ કરવામા આવ્યો છે.

કુંકાવાવ-વડીયા તાલુકા કોંગ્રેસ સેવાદળના પ્રમુખ નિતીનભાઇ ગોંડલીયા તેમજ માજી સરપંચ દલસુખભાઇ ભુવા, જીમીભાઇ ભુવા દ્વારા આરટીઆઇ હેઠળ માહિતી માંગી રજુઆત કરવામા આવી હતી. કુંકાવાવ ગામ પીજીવીસીએલ સબ ડિવીઝન કચેરી હેઠળ આવે છે. છેલ્લા પંદરેક વર્ષથી મોટી કુંકાવાવ ગામને શહેરી વિસ્તારમાં ગણતરી કરી તે મુજબના વિજ વપરાશના દર પ્રમાણે વિજ બીલો આપવામા આવતા હતા.

મોટી કુંકાવાવના ગામ લોકોને શહેરી વિજ વપરાશ મુજબ બીલો આપવામા આવતા ભારે અગવડતા પડી રહી હતી ત્યારે સેવાદળ દ્વારા રજુઆતને પગલે શહેરી વિસ્તારમાંથી ગ્રામ્ય વિસ્તારમાં સમાવેશ કરાવી યુનિટ દિઠ 40 પૈસાનો ઘટાડો કરવામા આવતા વિજ ગ્રાહકોને ફાયદો થયો છે.