તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સા.કુંડલાના પીટીશન રાઇટરોએ આત્મ વિલોપનની ચિમકી ઉચ્ચારી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જેણે દબાણ કર્યું તેણે કલેકટર પાસે ખુલાસો માંગ્યો

સાવરકુંડલામાતાજેતરમાં કલેકટરે અચાનક મામલતદાર કચેરીની મુલાકાત લઇ સૌને ચોંકાવી દીધા હતા. સમયે કચેરી બહાર કેબીનો નાખી બેઠેલા કેટલાક પીટીશન રાઇટરો નાસી છુટયા હતા. જો કે આજે પીટીશન રાઇટરોએ કલેકટરને પત્ર પાઠવી તેમની સાથે કેમ ઉધ્ધતાઇભર્યુ વર્તન કર્યુ તેવો ખુલાસો કલેકટર પાસે માંગતા તંત્ર ચોંકી ઉઠયું છે. પીટીશન રાઇટરોએ બે દિવસમા ખુલાસો નહી થાય તો આત્મ વિલોપનની ચિમકી પણ ઉચ્ચારી છે.

સાવરકુંડલા મામલતદાર કચેરી બહાર કામ કરતા પીટીશન રાઇટરોએ આજે જિલ્લા કલેકટરને લેખિત પત્ર પાઠવ્યો હતો જેમા તેમણે જણાવ્યું હતુ કે માર્ગ અને મકાન વિભાગ દ્વારા તેમનુ દબાણ હટાવવા નોટીસ અપાય છે સંદર્ભે જયારે પીટીશન રાઇટરો કલેકટર કચેરીમા રજુઆત કરવા માટે પહોંચ્યા ત્યારે તેમની વાત સાંભળ્યાં વગર તેમને ચેમ્બર બહાર કાઢી મુકાયા હતા.

પત્રમા પીટીશન રાઇટરોએ જણાવ્યું હતુ કે તેમની રોજીરોટી છીનવવાની વાત છે જે અંગે જિલ્લા કલેકટરે બે દિવસમા ખુલાસો કરવો જોઇએ. અને ખુલાસો કરવામા નહી આવે તો સામુહિક આત્મ વિલોપન કરવાની ચિમકી ઉચ્ચારી છે. જેણે ખુદ દબાણ કર્યુ હોય તે લોકો દ્વારા કલેકટર પાસે ખુલાસો માંગવામા આવ્યો હોય તેવી ઘટનાથી તંત્ર પણ ચોંકી ઉઠયું છે.

અન્ય સમાચારો પણ છે...