તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રા.શિક્ષક મંડળનાં પ્રમુખ તરીકે ભટ્ટની વરણી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એજ્યુકેશન રીપોર્ટર | અમરેલી

અમરેલીમાંજિલ્લા પ્રાથમિક શિક્ષકોની શરાફી સહકારી મંડળીની 88મી વાર્ષિક સાધારણ સભા મળી હતી. ઉપરાંત વર્ષ 2016 થી 2021 સુધીની પાંચ વર્ષની વ્યવસ્થાપક કમિટીની ચુંટણી પ્રક્રિયા પણ યોજવામા આવી હતી. જેમાં પ્રમુખ તરીકે આનંદભાઇ ભટ્ટની બિનહરિફ વરણી કરાઇ હતી.

મંડળીની વાર્ષિક સાધારણ સભા પ્રમુખ આનંદભાઇ ભટ્ટના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં એજન્ડા મુજબ કાર્યવાહી મંડળીના મંત્રી અનુલભાઇ કાથરોટીયાએ કરી હતી. સભામા નિવૃત થતા સભાસદો અને વિશિષ્ટ સન્માનો કરવામા આવ્યા હતા. મંડળીના નિવૃત કર્મચારી બાબુભાઇ ધંધુકીયા, ખીમજીભાઇ ઝીંઝુંવાડીયાનુ સન્માન કરાયુ હતુ. સાધારણ સભામા રાજય પ્રાથમિક શિક્ષક સંઘના ખજાનચી ભાભલુભાઇ વરૂ, જિલ્લા સંઘ મહામંત્રી હિમતભાઇ સોરઠીયા, પ્રમોદભાઇ કાનપરીયા, સાવરકુંડલા મંડળીના પ્રમુખ કનુભાઇ ગજેરા તેમજ તમામ ઘટક સંઘના પ્રમુખ, મંત્રી અને હોદ્દેદારો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યાં હતા. સભાનુ સંચાલન પ્રકાશભાઇ ભટ્ટી દ્વારા કરાયું હતુ. સાધારણ સભાની કાર્યવાહી બાદ ચુંટણી અધિકારી હિમતભાઇ સોરઠીયા સહ ચુંટણી અધિકારી બાબુભાઇ કાલરીયા, હિતેશભાઇ સોરઠીયા, નિલેશભાઇ ઠુંમર, બીપીનભાઇ ભટ્ટ, અરવિંદભાઇ જાની, ભરતભાઇ બાવીશી, પ્રદિપભાઇ લશ્કરી, ભદ્રેશભાઇ દવે, ભ્રમિતસિંહ ચૌહાણ, મહેન્દ્રભાઇ ત્રિવેદી, જે.કે.કોરડીયા, હસમુખભાઇ ઠુંમર, ચંદુભાઇ, દિનેશભાઇ, ચંદ્રેશભાઇ, પ્રવિણભાઇ, ભરતભાઇ, મનસુખભાઇ વિગેરેએ ચુંટણી પ્રક્રિયામા ભાગ લઇ ઉતમ કામગીરી કરી હતી. ચુંટણી અધિકારી દ્વારા બિનહરીફ ઉમેદવારોના નામોની ઘોષણા કરવામા આવી હતી જેમા આનંદભાઇ ભટ્ટ, અતુલભાઇ કાથરોટીયા, ભાવેશભાઇ ભટ્ટ, હરેશભાઇ રૂપાલા, વિમલભાઇ દેવાણી, રમેશભાઇ માલવીયા, મુકેશભાઇ નાકરાણી બિનહરિફ રહ્યાં હતા. બાદમાં મતગણતરીનું કાર્ય પુર્ણ થયા બાદ વિજેતા ઉમેદવારોના નામોની ઘોષણા કરાઇ હતી જેમાં પ્રતાપભાઇ બસીયા, મુકેશભાઇ કાનાણી, રસીકભાઇ મહેતા, પ્રતિકભાઇ રૂડાણી, રજનીભાઇ મકવાણા, અતુલભાઇ નાકરાણી, ધીરજભાઇ ઠુંમર, ભરતભાઇ ઠુંમરને વિજેતા જાહેર કર્યા હતા.

પ્રમુખ આનંદ ભટ્ટની બીનહરીફ વરણી થતાં અભિનંદન આપ્યા તસ્વીર-ભાસ્કર

વર્ષ 2016 થી 2021 સુધીની 5 વર્ષની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણી યોજાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો