• Gujarati News
  • આંકોલડા ગામના ખેડૂતનું ઝેરી દવાની અસરથી મોત

આંકોલડા ગામના ખેડૂતનું ઝેરી દવાની અસરથી મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાવરકુંડલા તાલુકાનાં આંકોલડા ગામે એક ખેડૂતનું પોતાની વાડીમાં કપાસમાં દવા છાંટવા સમયે ઝેરી અસર થતાં મોત નિપજયું હતું.
સાવરકુંડલા તાલુકાના આંકોલડા ગામે રહેતા શાંતીભાઇ બીજલભાઇ પરમાર (ઉ.વ.૪૫)નામના ખેડૂત ગઇકાલે સવારે પોતાની વાડીમાં પુત્ર સાથે કામ કરવા માટે ગયા હતા. ત્યારે કપાસમાં છાંટવા માટેની દવાનુ ઢાંકણુ મોઢેથી ખોલતા તેમને ઝેરી અસર થઇ હતી. તેઓને પ્રથમ વંડા બાદમા સાવરકુંડલા અને વધુ સારવાર માટે અમરેલી સિવીલ હોસ્પિટલમાં રિફર કરવામા આવ્યા હતા જયાં તેમનુ સારવાર દરમિયાન મોત નિપજયુ હતુ. આ અંગે તેમના પુત્ર સુરેશ શાંતીભાઇ પરમારે વંડા પોલીસ મથકને જાણ કરી હતી.