દાધીયામાં ટ્રેકટર અને બાઇક વચ્ચે ટક્કર, બે ઘાયલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીમાં ડોર ટુ ડોર કચરાનું કલેકશન ઠપ્પ, 15 વાહનો રૂક્ષ્મણીબેન બાલમંદિરમાં ખડકી દેવાયા, શહેરમાં સફાઇની કામગીરી બંધ

પગાર મળતાં સફાઇ કર્મીઓની હડતાળ

આમપણઅમરેલી શહેરમા સ્વચ્છતા માટે પાલિકાને ઝઝુમવુ પડી રહ્યું છે. છતા બહુ કોઇ મોટી સફળતા મળી રહી નથી. પાલિકા દ્વારા વાહનો વસાવી પાછલા કેટલાક સમયથી ડોર ટુ ડોર કચરાનુ કલેકશન શરૂ કરાયુ હતુ. જેને સફળતા પણ મળી રહી હતી પરંતુ પાલિકાએ કોન્ટ્રાકટરને તેની રકમ નહી ચુકવતા સફાઇકર્મીઓને પણ પગાર મળતો બંધ થયો હતો જેને પગલે આજે સફાઇકર્મીઓ હડતાલ પર ઉતરી જતા શહેરમા ડોર ટુ ડોર કચરાનુ કલેકશન ઠપ્પ થઇ ગયુ છે.

અમરેલી શહેરમા પાછલા કેટલાક સમયથી નગરપાલિકા કોન્ટ્રાકટર મારફત તમામ વિસ્તારમા વાહનો મોકલી ઘર અને વ્યાપારિક વિસ્તારોમાથી કચરો ઉઠાવતી હતી. શહેરના માર્ગો અને કચરાના પોઇન્ટ પરથી તો અલગથી કચરો ઉપાડવામા આવતો હતો પરંતુ દરેક વોર્ડ દીઠ વાહનો ફાળવી ઘરે ઘરેથી કચરો ઉપાડવાનુ શરૂ કરાયુ હતુ. પાલિકાની કામગીરીને ઘણાઅંશે સફળતા પણ મળી રહી છે. કારણ કે રહેણાંક વિસ્તારનો રોજીંદો કચરો જયાં ત્યાં ફેંકાવાના બદલે સીધો પાલિકાના વાહનોને મળતો હતો જો કે આજથી કામગીરી ઠપ્પ થઇ ગઇ હતી.

અમરેલી નગરપાલિકા દ્વારા કચરો ઉપાડવા માટે સુરતની ઓમ શાંતી એન્ટરપ્રાઇઝ નામની પેઢીને કોન્ટ્રાકટ આપવામા આવ્યો છે. અને પાલિકા દ્વારા દરેક વોર્ડ માટે વાહનો ફાળવાયા છે. ઉપરાંત કચરાના પોઇન્ટ પરથી પણ કચરો ઉપાડવા માટે વાહનો ફાળવાયા છે. ઉપરથી નાણા આવતા પાલિકાએ કોન્ટ્રાકટરને નાણા ચુકવ્યા હોય કોન્ટ્રાકટર દ્વારા પણ તેના કર્મચારીઓને પગાર ચુકવાયો નથી જેના કારણે તમામ કર્મચારીઓ હડતાલ પર ઉતરી જતા શહેરમા સફાઇની કામગીરી ઠપ્પ થઇ ગઇ છે.

અમરેલીની પટેલ સંકુલ ખાતે સંકુલના નિયામક મનસુખભાઇ ધાનાણીના માર્ગદર્શન હેઠળ તથા કેમ્પસ ડાયરેક્ટર ચતુરભાઇ ખુંટની ઉપસ્થિતિમાં પ્રાચીન-અર્વાચીન ગરબા, મરાઠી, રાજસ્થાની પંજાબી નૃત્ય, ભજન, લગ્નગીત, લોકગીત, દુહા, હળવુ કંઠ્ય સંગીત, શાસ્ત્રીય નૃત્ય સહિત કુલ 60 કૃતિઓ પ્રસ્તુત થઇ હતી. ઉપરાંત જિલ્લાકક્ષાએ સ્થાન પામેલી કૃતિઓને સંકુલની કુલ 9000 વિદ્યાર્થીનીઓએ મન મુકીને માણી હતી. તસ્વીર-જયેશ લીંબાણી

અમરેલીમાં છાત્રાઓએ ગીત-સંગીત સાથે 60 કૃતિઓ રજુ કરી

11 વોર્ડમાંથી કચરો એકઠો કરાતો હતો

અમરેલી નગરપાલિકા દ્વારા 11 વોર્ડમા ઘરે ઘરેથી કચરો લેવા માટે 11 વાહનો ફાળવાયા છે. ઉપરાંત ચાર ટ્રેકટર કચરાના પોઇન્ટ પરથી કચરો ઉપાડવા ફાળવાયા છે. હડતાલને પગલે તમામ 15 વાહનો અહીના રૂક્ષ્મણીબેન બાલમંદિરમા ખડકી દેવાયા છે. તસ્વીર-જયેશ લીંબાણી

ગ્રાન્ટનાં હેડનો વિવાદ

નગરપાલિકાદ્વારા અત્યાર સુધી કોન્ટ્રાકટરને 14મા નાણાપંચમાથી નાણા આપવામા આવતા હતા. જો કે હાલમા અમરેલી પાલિકામા નવા ચીફ ઓફિસર આવ્યા છે અને કોન્ટ્રાકટરને નાણા 14મા નાણાપંચમાથી આપવા કે સ્વચ્છતા અભિયાનની ગ્રાંટમાથી આપવા તે નક્કી થઇ શકતા કોન્ટ્રાકટરને નાણા નહી ચુકવાયાનુ જાણવા મળેલ છે.

અન્ય સમાચારો પણ છે...