તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમરેલીમાં રીક્ષા આંતરી 3 શખ્સોનો યુવાન પર હુમલો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુંડલામાં આધેડ પર પાડોશી શખ્સનો હુમલો

અમરેલીતાલુકાના મોટા આંકડીયા ગામનો કોળી યુવાન રીક્ષા લઇને જતો હતો ત્યારે ત્રણ શખ્સોએ રીક્ષા રસ્તામાં આંતરી ઢીકાપાટુનો માર મારી ઇજા કર્યાની પોલીસ ફરીયાદ નોંધાઇ છે. જ્યારે સાવરકુંડલામાં આધેડ પર એક શખ્સે હુમલો કર્યો હતો. મોટા આંકડીયા ગામનો રાજેશ બાલુભાઇ ઝાલા નામનો કોળી યુવાન અહિંથી રીક્ષા લઇને જતો હતો ત્યારે હસમુખ વલ્લભ સોલંકી તથા તેનો બનેવી અને ભાણાએ બાઇક આડુ નાખી રીક્ષા અટકાવી હતી અને કોઇ કારણ વગર તેને ઢીકાપાટુનો માર મારી ઇજા પહોંચાડી હતી. જે અંગે તેણે સીટી પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

અન્ય એક ઘટનામાં સાવરકુંડલામાં દાસીજીવણ સોસાયટીમાં રહેતા જ્યંતીભાઇ કાનજીભાઇ પરમાર નામના આધેડે ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા ભૂરો નાગજીભાઇ નામના દલીત શખ્સે તેને ગાળો દઇ ધક્કો મારી પછાડી દઇ માથામાં ઇજા કર્યાની પોલીસ ફરીયાદ નોંધાઇ છે.

અન્ય સમાચારો પણ છે...