તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમરેલી શહેરમાં હુડકો સોસાયટી વિસ્તારમાંથી દારૂની ભઠ્ઠી ઝડપાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તરવડા અને સાવરકુંડલાનો શખ્સ વિદેશી દારૂ સાથે ઝબ્બે

અમરેલીતાલુકા પોલીસે અહિંના હુડકો વિસ્તારમાં એક શખ્સના ઘરમાં દારૂની ભઠ્ઠી ચાલતી હોવાની બાતમીના આધારે દારૂ, આથો અને ભઠ્ઠીના સાધનો ઝડપી લીધા હતાં. જ્યારે સાવરકુંડલાનો યુવાન દારૂની પાંચ બોટલ સાથે અને તરવડાનો યુવાન દારૂની સાત બોટલ સાથે ઝડપાયો હતો.

દેશી દારૂની ભઠ્ઠી ઝડપાવાની ઘટના અમરેલીના હુડકો વિસ્તારમાં બની હતી. અહિં અનક લોમભાઇ વાળા નામના શખ્સના ઘરમાં દારૂની ભઠ્ઠી ચાલતી હોવાની બાતમીના આધારે તાલુકા પોલીસે અહિં દરોડો પાડી 350 લીટર દારૂ બનાવવાનો આથો, બે બેરલ, 50 લીટર દેશી દારૂ તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂા. 2900નો મુદામાલ ઝડપી લીધો હતો. આવી રીતે અમરેલી તાલુકા પોલીસે મોટર સાયકલ નં. જી જે 14 કે 6663 પર તરવડાથી અમરેલી તરફ જઇ રહેલા જયરાજ કાળુભાઇ વાળા નામના શખ્સની તલાશી લેતા તેની પાસેથી ઇંગ્લીશ દારૂની સાત બોટલ મળી આવી હતી. જેથી પોલીસે દારૂ અને બાઇક મળી 21300નો મુદામાલ કબજે લીધો હતો. અમરેલી એલસીબીએ સાવરકુંડલાની કાપડીયા સોસાયટીમાં રહેતા ઇમરાન ભીખુભાઇ ભટ્ટી નામના શખ્સને રૂા. બે હજારની કિંમતની ઇંગ્લીશ દારૂની પાંચ બોટલ સાથે ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...