તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

STનાં ઓનલાઇન બુકીંગમાં ધાંધીયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુંડલાગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ રમેશભાઇએ જણાવ્યું હતુ કે વર્તમાન કોમ્પ્યુટરના યુગમા મુસાફરો પોતાના નેટ બેંકીંગથી ઘરે બેઠા ઓનલાઇન એસટી બસની ટીકીટ બુક કરાવી લે છે અને જયારે તેઓ બસ સ્ટોપ પર પહોંચે ત્યારે તેને જાણવા મળે કે બસ તો માસથી બંધ થઇ ગયેલ છે જેની લેખિત ફરિયાદ પણ મંડળ પાસે પડી છે. તેમણે વધુમા જણાવ્યું હતુ કે તાજેતરમા દિવાળીમા જયારે ટ્રાફિક હતો ત્યારે સુરતથી સાવરકુંડલાની સ્લીપીંગ બસમા ટીકીટો બુક કરાવવામા આવી હતી જે બસ છેલ્લા મહિનાથી સાદી ચાલે છે.

અન્ય સમાચારો પણ છે...