• Gujarati News
  • હળદર દળાવવા ગયેલી વૃદ્ધાનંુ ઘંટીમાં સાડી ફસાઇ જતાં મોત

હળદર દળાવવા ગયેલી વૃદ્ધાનંુ ઘંટીમાં સાડી ફસાઇ જતાં મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઇમ રીપોર્ટર. સાવરકુંડલા

સાવરકુંડલાનાએક લોહાણા વૃધ્ધા ગઇકાલે હળદર દળાવવા માટે ઘંટીએ ગયા હતા ત્યારે અકસ્માતે સાડીનો છેડો ઘંટીમાં આવી જતા ખેંચાઇને ફંગોળાયા હતાં. જેના કારણે માથામાં ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. જ્યાં તેમનું સારવાર દરમીયાન મોત થયુ હતું.

ઘંટીમાં સાડી ફસાતા ઇજા થવાથી વૃધ્ધાના મોતની ઘટના ગઇકાલે સાંજે સાડા છએક વાગ્યાના સુમારે સાવરકુંડલાના લીંબડીચોક વિસ્તારમાં બની હતી. સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર સાવરકુંડલામાં ગુરૂકુળ રોડ પર રહેતા વિનોદરાય ચુનીલાલ વણઝારાના પત્ની ભાવનાબેન સાંજે હળદર દળાવવા માટે લીંબડીચોકમાં આવેલ મસાલા દળવાની ઘંટીએ ગયા હતાં. તેમણે ઘંટીના ચાલકને દળવા માટે હળદર આપી હતી અને તેમની હળદર દળાઇ રહી હતી ત્યારે તેઓ હળદર જોવા માટે ઘંટીની બાજુમાં ગયા હતાં. સમયે અકસ્માતે તેમની સાડીનો છેડો ઘંટીમાં ફસાઇ જતા તેઓ ખેંચાઇને ફંગોળાયા હતાં.

અકસ્માતને પગલે ભાવનાબેનને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. તેમને સારવાર માટે સૌ પ્રથમ સાવરકુંડલા અને ત્યાંથી અમરેલી દવાખાને લઇ જવાયા હતાં અને ત્યાંથી વધુ સારવાર માટે અમરેલી રીફર કરવામાં આવતા તેમનું સારવાર દરમીયાન મોત થયુ હતું.