મોટર સાયકલ પર આવેલા 3 શખ્સો દ્વારા મારી નાખવાની ધમકી પણ આપી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાવરકુંડલામારહેતા અને ઇંટોનો ભઠ્ઠો ચલાવતા એક યુવક પર પૈસાની લેતીદેતી મુદ્દે મોટર સાયકલ પર આવેલા ત્રણ શખ્સોએ પાઇપ અને કુહાડી વડે મારમારી ઇજા પહોંચાડતા બારામા તેમણે સાવરકુંડલા શહેર પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. સાવરકુંડલામા જેંતીભાઇ બાવભાઇ (ઉ.વ.48) ઇંટોનો ભઠ્ઠો ચલાવે છે. અહી રહેતા મનસુખભાઇ કોળીના પત્ની ઇંટોના ભઠ્ઠામા કામ કરતા હોય પૈસાની લેતી દેતી મુદ્દે બોલાચાલી થઇ હતી જેને પગલે મનસુખભાઇ સહિત સાદુળ રામભાઇ તેમજ એક અજાણ્યો શખ્સ મોટર સાયકલ લઇ અહી ધસી આવ્યા હતા. ત્રણેય શખ્સોએ જેંતીભાઇ સાથે અગાઉના મનદુખ બાબતે બોલાચાલી કરી પાઇપ અને કુહાડી વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપતા તેણે ત્રણેય સામે સાવરકુંડલા શહેર પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ એ.પી.જાડેજા તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...