તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાવરકુંડલામાં ખાનગી બસના ક્લીનર અને ચાલક પર હુમલો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અહિં બસ કેમ ઉભી રાખી કહિ ત્રણ અજાણ્યા શખ્સોએ બંનેને માર મારતા સારવારમાં ખસેડાયા

સાવરકુંડલામાંખાનગી બસના ચાલકે બસસ્ટેન્ડ પાસે તેની બસ ઉભી રાખતા ત્રણ અજાણ્યા શખ્સોએ અહિં બસ કેમ ઉભી રાખી તેમ કહી ક્લીનર-ડ્રાઇવરને માર મારી ઇજા પહોંચાડતા ત્રણેય અજાણ્યા શખ્સો સામે સાવરકુંડલા શહેર પોલીસમાં ફરીયાદ નોંધાઇ છે.

બસના ચાલક અને ક્લીનર પર હુમલાની ઘટના સાવરકુંડલા શહેરમાં બસસ્ટેન્ડ નજીક ગઇકાલે બપોરે અઢી વાગ્યાના સુમારે બની હતી. પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર અમરેલીમાં સંધી સોસાયટીમાં રહેતા ઇમરાન હબીબભાઇ શાહમદાર (ઉ.વ. 30) નામના યુવાન અને તેની ખાનગી બસના ડ્રાઇવર દીગંતભાઇ પર હુમલો થયો હતો. ઇમરાન શાહમદાર સોમનાથ ટ્રાવેલ્સ નામની ખાનગી બસમાં ક્લીનર તરીકે કામ કરે છે.

ગઇકાલે ચાલકે બસસ્ટેન્ડ નજીક બસ ઉભી રાખી તે સમયે ત્રણ અજાણ્યા શખ્સો ત્યાં ધસી આવ્યા હતાં અને અહિં બસ કેમ ઉભી રાખી છે તેમ કહી બન્નેને માર માર્યો હતો. હુમલો કરી ત્રણેય શખ્સો નાસી ગયા હતાં. જે અંગે તેણે સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા હેડ કોન્સ્ટેબલ એચ.જી. જીંજાળાએ ધોરણસરની તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો