તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • Savarkundla
 • વણોટની સીમમાં વાડીમાં સુતેલા ખેડૂત પર અજાણ્યા શખ્સોનો કુહાડીથી હુમલો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વણોટની સીમમાં વાડીમાં સુતેલા ખેડૂત પર અજાણ્યા શખ્સોનો કુહાડીથી હુમલો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગામના બે શખ્સોએ ખેડૂતને માર માર્યાની રાવ

સાવરકુંડલાતાલુકાના વણોટ ગામના પ્રજાપતી આધેડ ગઇમધરાત્રે પોતાની વાડીએ સુતા હતા ત્યારે અજાણ્યા હિન્દીભાષી શખ્સે ધસી આવી માથામાં કુહાડીનો ઘા મારી પૈસા માંગતા અને ગામના અન્ય બે શખ્સોએ માર મારતા તેણે સાવરકુંડલા તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

પ્રજાપતિ ખેડૂત પર હુમલાની ઘટના ગઇમધરાત્રે અઢી થી ત્રણ વાગ્યાના સમયગાળા દરમીયાન બની હતી. સાવરકુંડલા તાલુકાના વણોટ ગામના નાગજીભાઇ વાઘજીભાઇ જીકાદ્રા નામના ખેડૂત પોતાની વાડીએ સુતા હતા ત્યારે હિન્દીમાં બોલતો એક અજાણ્યો શખ્સ ઉપરાંત હિંમત મનજી અને હરેશ માવજી નામના શખ્સોએ તેના પર હુમલો કર્યો હતો. અજાણ્યા શખ્સે સૌ પ્રથમ મધરાત્રે વાડીમાં ઘુસી આવી કુહાડીનો ઘા સાથળ પર માર્યો હતો અને પૈસા કાઢી આપવાનું કહી માથામાં પણ કુહાડીનો ઘા મારી ઇજા પહોંચાડી હતી. જેને પગલે તેઓ ત્યાંથી ગામ તરફ દોડીને ભાગી ગયા હતાં. તેઓ ગામના ઝાપા પાસે પહોંચ્યા ત્યારે હિંમત મનજી અને હરેશ માવજી નામના શખ્સો ત્યાં મળ્યા હતા અને અમારા ભાગીયાને કેમ ગાળો આપે છે તેમ કહી ઢીકાપાટુનો માર મારી ઇજા પહોંચાડી હતી. જેને પગલે તેણે ત્રણેય સામે સાવરકુંડલા તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. જેની તપાસ પીએસઆઇ યુ.જી. શાહ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો