તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

16 જુને માનવ સાંકળ રચી ડિમાન્ડ- ડેનો કાર્યક્રમ કરવામાં આવશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવાથી મુંબઇ બ્રોડગેજ ટ્રેન ડેઇલી કરવા સૌરાષ્ટ્ર વિકાસ પરિષદની માંગ

ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી મુસાફરોને પડતી મુશ્કેલીનું નિરીક્ષણ કરાશે

આગામીતા. 16જુનના રોજ સૌરાષ્ટ્ર વિકાસ પરિષદ દ્વારા માનવ સાંકળ રચી મહુવાથી મુંબઇની બ્રોડગેજ ટ્રેન ડેઇલી થાય તે માટે ગાંધી ચીંધ્યા માર્ગે ડીમાન્ડ ડેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેના ભાગ રૂપે ટ્રેનમાં રેલ્વે સ્ટેશનોએ મુસાફરોને શું શુંમુશ્કેલીઓ છે તેની જાણકારી મેળવવા સૌરાષ્ટ્ર વિકાસ પરિષદના પ્રમુખ તથા અન્ય હોદ્દેદારો સાવરકુંડલાથી મુંબઇ પ્રવાસ કર્યો હતો.

થોડા સમય પહેલાં મહુવાથી મુંબઇ બ્રોડગેજ ટ્રેન શરૂ કરવામાં આવી છે. તે ટ્રેન ડેઇલી કરવા માટે આગામી તા. 16જુનના રોજ સૌરાષ્ટ્ર વિકાસ પરિષદ દ્વારા માનવ સાંકળ રચી ગાંધી ચીંધ્યા માર્ગે ડીમાન્ડ ડેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેના ભાગ રૂપે ટ્રેનમાં રેલ્વે સ્ટેશનોએ મુસાફરોને શું શુંમુશ્કેલીઓ છે તેની જાણકારી મેળવવા સૌરાષ્ટ્ર વિકાસ પરિષદના પ્રમુખ તથા અન્ય હોદ્દેદારો સાવરકુંડલાથી મુંબઇ પ્રવાસ કર્યો હતો.

તેઓને જાત નિરિક્ષણમાં જાણવા મળ્યું હતું કે, સાવરકુંડલા રેલ્વે સ્ટેશને ટ્રેન બે મિનિટ ઉભી રહે છે તેના કારણે વૃધ્ધો, બાળકો, અશક્ત અને વીકલાંગ મુસાફરોને ખૂબ પરેશાની ભોગવવી પડે છે.સાવરકુંડલાથી અમદાવાદ સુધીમાં ટોયલેટમાં પાણી હતું. સ્વચ્છતાની બુગરાંગમાં રેલ્વે તંત્ર ક્યાં છે તેની પૃષ્ઠી થઇ. તકે રેલ્વે મંત્રાલયને તેમજ ભાવનગર ડીવીઝનને જાણ કરવામાં આવી છે. અને અમરેલી જિલ્લા પ્રમુખ ભીખુભાઇ અગ્રાવત તથા મંત્રી મુકેશભાઇ જાનીએ બાબતે સખત નારાજગી દર્શાવી હતી.

અન્ય સમાચારો પણ છે...