તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવિધ પ્રકારની ગેરરિતી ઝડપાઇ હતી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાવરકુંડલાતાલુકામા તાજેતરમા પુરવઠા વિભાગે જુદાજુદા ગામોમા વ્યાજબી ભાવની દુકાનોમા ચેકીંગ હાથ ધરી વિવિધ પ્રકારની ગેરરિતી ઝડપી પાડી હતી જેને પગલે તપાસના અંતે આજે અહીના મામલતદારે તમામ દુકાનદારો સામે આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ ફોજદારી ફરિયાદ નોંધાવી હતી. સાવરકુંડલાના ઇન્ચાર્જ મામલતદાર જે.પી.હિરપરાએ આજે સીમરણ કરજાળા અને ઓળીયા ગામે વ્યાજબી ભાવના દુકાનદાર અને સાવરકુંડલાની મધુવન સોસાયટીમા રહેતા રમેશ દિનકરરાય મહેતા, દોલતી અને ગાધકડાના વ્યાજબી ભાવના દુકાનદાર સુરેશ જયંતીભાઇ મહેતા અને હાથસણીના વ્યાજબી ભાવના દુકાનદાર નાજા વાલાભાઇ જાદવ સામે ફરિયાદ નોંધાવી હતી.

તાજેતરમા પુરવઠા વિભાગ દ્વારા તમામ દુકાનદારોને ત્યાં ઓચિંતી ચકાસણી હાથ ધરાઇ હતી. અને વિવિધ પ્રકારની ગેરરિતી ઝડપી પડાઇ હતી .

અન્ય સમાચારો પણ છે...