ધજડીનાં યુવકને બેઝબોલના ધોકા ઝીંકી પગ ભાંગી નાખ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાર શખ્સોએ કારમાં આવી રસ્તામાં આંતરી કર્યો ખુની હુમલો

સાવરકુંડલાતાલુકાના ધજડી ગામનો પટેલ યુવાન મોટર સાયકલ લઇ સીમમાં જઇ રહ્યો હતો ત્યારે અગાઉ થયેલી તકરારનું મનદુ:ખ રાખી ચાર શખ્સોએ કાર લઇને આવી બાઇક આંતરી તેને બેઝબોલના ધોકા અને પાઇપ વડે માર મારી પગ ભાંગી નાખતા યુવકને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યો છે. હુમલો કરનારા શખ્સો બાદમાં નાસી છુટ્યા હતાં. પટેલ યુવાન પર ખુની હુમલાની ઘટના ગઇકાલે સવારે સાડા નવેક વાગ્યાના સુમારે સાવરકુંડલા તાલુકાના ધજડી ગામની સીમમાં બની હતી. ધજડીના રાજુભાઇ હરીભાઇ ધડુક (ઉ.વ. 42) નામના યુવાન પર ગામના કનુ નનુ કથીરીયા, અરવિંદ નનુ કથીરીયા, જયેશ વલ્લભ અને કૌશીક અરવીંદ કથીરીયા નામના શખ્સોએ હુમલો કર્યો હતો. યુવાન મોટર સાયકલ લઇ સીમમાં જતો હતો ત્યારે ચારેય શખ્સોએ કાર લઇ તેની પાછળ આવ્યા હતાં અને બાઇકને આંતર્યુ હતું. રાજુભાઇ ધડુકના ભત્રિજા અલ્પેશ ધનજીભાઇ ધડુકને બે દિવસ પહેલા શખ્સોએ માર માર્યો હતો. જે અંગે તેમણે ઠપકો આપ્યો હતો. બાબતનું મનદુ:ખ રાખી ચારેય શખ્સોએ તેમને રસ્તામાં આંતરી હાથ પર પાઇપના ઘા ઝીંક્યા હતા અને પગ પર બેઝબોલના ધોકા મારી પગ ભાંગી નાખ્યો હતો. હુમલો કરી ચારેય શખ્સો નાસી ગયા હતાં.

અન્ય સમાચારો પણ છે...