તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલીમાં રત્ન કલાકાર સાથે બાઇક અથડાવી માર માર્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમરેલીના બહુરૂપી યુવાન પર ઉઘરાણીનાં મુદે હુમલો

અમરેલીનાંબહારપરામાં રહેતો રત્ન કલાકાર કોળી યુવાન હિરાના કારખાને જઇ રહ્યો હતો ત્યારે અહિંના બે શખ્સોએ તેની સાથે મોટર સાયકલ અથડાવી લાકડી અને પટ્ટી વડે માર મારી ઇજા પહોંચાડતા તેણે સીટી પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. અમરેલીમાં રત્ન કલાકાર યુવાન પર હુમલાની ઘટના અહિંના બહારપરા વિસ્તારમાં સાવરકુંડલા રોડ પર બપોરના બે વાગ્યાના સુમારે બની હતી. અહિં બહારપરામાં રહી હિરા ઘસવાનું કામ કરતા જીજ્ઞેશ સવજીભાઇ સરવૈયા નામના કોળી યુવાન પર જુની નિશાળ પાસે રહેતા સુરેશ ભુપતભાઇ અદગામા અને ભાવેશ મનસુખ અદગામા નામના શખ્સોએ હુમલો કર્યો હતો. રત્ન કલાકાર યુવાન બપોરના સમયે હિરાના કારખાના તરફ જઇ રહ્યો હતો ત્યારે બન્ને શખ્સોએ તેને મોટર સાયકલ યુવક સાથે અથડાવી દીધુ હતુ અને બાદમાં મુદે બોલાચાલી કરી લાકડી અને પટ્ટા વડે માર મારી ઇજા પહોંચાડી હતી. હુમલો કરી બન્ને શખ્સો નાસી જતા તેણે સીટી પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.અન્ય એક ઘટનામાં અમરેલીમાં કુંકાવાવ રોડ પર સુળીયાટીંબે રહેતા કમલેશ નરોતમભાઇ રાઠોડ નામના બહુરૂપી યુવાને મજુરીકામના પૈસા માંગતા ગંગાબાઇ જેઠા ગઢવીએ તેને ઢીકાપાટુનો માર મારી ઇજા પહોંચાડ્યાની સીટી પોલીસમાં ફરીયાદ નોંધાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો