• Gujarati News
  • સા.કુંડલામાંથી 5 જુગાર રમતા ઝડપાયા

સા.કુંડલામાંથી 5 જુગાર રમતા ઝડપાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાવરકુંડલામાંથીપાંચ જુગારીઓ 1600ની મતા સાથે ઝડપાયા હતાં. પોલીસે પાંચેય શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સાવરકુંડલા પોલીસે બાતમીના આધારે અહિંના કેવડાપરા વિસ્તારમાં ગઇસાંજે પાડ્યો હતો. પોલીસે અહિંથી ધીમા હમીરભાઇ વાઘેલા, કાળુ ખીમાભાઇ મોલડીયા, શંભુ ગંગદાસભાઇ ચારોલા, ભાવેશ બાલાભાઇ સોલંકી અને હરજી વાલજીભાઇ મકવાણા નામના શખ્સોની ધરપકડ કરી હતી. શખ્સો પાસેથી પોલીસે રૂા. 1600ની રોકડ રકમ કબજે લીધી હતી. હેડ કોન્સ્ટેબલ યુ.એન. લલીયા બનાવની તપાસ ચલાવી રહ્યા છે.