તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેંજળ નજીક બે બાઇક અથડાઇ જતાં એકનું મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાવરકુંડલાતાલુકાના પીઠવડીથી સેંજળ જતા રોડ પર બની હતી. પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર સાવરકુંડલા તાલુકાના વંડા ગામના ગોપાલભાઇ વિનુભાઇ દુદકીયા પોતાનું મોટર સાયકલ લઇ કોઇ કામ સબબ રોડ પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે સામેથી આવી રહેલા અલ્પેશ નામના બાઇક ચાલકે અકસ્માત સર્જયો હતો. અકસ્માતમાં ગોપાલભાઇ દુદકીયાને ગંભીર ઇજા પહોંચતા તેનું ઘટનાસ્થળે મોત થયુ હતું. જ્યારે સામેના બાઇક ચાલક અલ્પેશને પણ ઇજા પહોંચતા તેમને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલ છે. બનાવ અંગે વંડાના રત્ન કલાકાર મનસુખભાઇ અરજણભાઇ ખસીયાએ અકસ્માત સર્જનાર બાઇક ચાલક સામે સાવરકુંડલા તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...