તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોટા જીંજુડામાં મહિલાને દંપતિએ માર માર્યો : રાવ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાવરકુંડલાતાલુકાના મોટા જીંજુડામાં ગઇકાલે મહીલા પર તેના કુટુંબીએ હુમલો કરી માર મારી ઇજા પહોંચાડતા બારામાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે. મારમારીની ઘટના મોટા જીંજુડામાં બન હતી. સાવરકુંડલા તાલુકામાં આવેલ મોટા જીજુડામાં રહેતા જોસનાબેન અશ્વિનભાઇ ગુજરવાડીયાને તેમના કુટુંબી પ્રવિણભાઇ ગુજરવાડીયાની દિકરી સાથે ઝગડો થયેલ જે પ્રશ્ને જોસનાબેને પ્રવિણભાઇને ઠપકો સારૂ નહિ લાગતા મારામારી સર્જાઇ હતી.પોલીસ પાસેથી મળતી માહીતી મુજબ સાવરકુંડલા તાલુકામાં આવેલ મોટા જીજુડામાં રહેતા જોસનાબેન અશ્વિનભાઇ ગુજરવાડીયાને તેના કુટુ઼ંબી ભાઇમાં આવતા પ્રવિણભાઇ મનજીભાઇ ગુજરવાડીયા નામના શખ્સની દિકરી સાથે ગત તા.18 ના રોજ ઝગડો થયેલ હતો અને જગડાબારામાં જોસનાબેન પ્રવિણભાઇના ઘરે ઠપકો આપવા જતા સારૂ નહિ લાગતા જોસનાબેનને પ્રવિણભાઇ અને તેની પત્ની દયાબેને ઢીકાપાટુનો માર માર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો