તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાવરકુંડલામાં આખલાનાં ત્રાસથી લોકોને પરેશાની

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોસાયટીઓમાં રઝળતા ઢોરની સમસ્યા

સાવરકુંડલામાછેલ્લા કેટલાક સમયથી સોસાયટી અને બજારોમા ધણખુટના ત્રાસથી લોકો તોબા પોકારી ઉઠયાં છે. અહી બજારમા ખરીદી માટે આવતા લોકોને અવારનવાર આખલાઓ ઢીંકે ચડાવી ઇજા પહોંચાડે છે. અહી તંત્ર પાસે ઢોર પકડવા માટે ડબ્બો પણ નથી. ત્યારે સમસ્યામાથી લોકોને છુટકારો મળે તેવી લોકમાંગ ઉઠી છે. અહી રેઢીયાર ઢોર પણ માર્ગો પર અડીંગો જમાવે છે જેના કારણે વાહન ચાલકો પણ તોબા પોકારી ઉઠયાં છે. સાવરકુંડલામા આવેલ વિદ્યુત સોસાયટી સહિતના વિસ્તારોમા છેલ્લા કેટલાક સમયથી આખલાઓના ત્રાસથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અહીની બજારોમા અવારનવાર આખલાઓ લોકોને ઢીંકે ચડાવી નાની મોટી ઇજા પહોંચાડી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો