તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાવરકુંડલામાં પાણીની સમસ્યા આગોતરૂ આયોજન કરવા માંગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નગરપાલિકાની સામાન્ય સભામાં પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો

સાવરકુંડલામાંહજુ ઉનાળાની શરૂઆત થઇ નથી ત્યાં પાણીની સમસ્યાઓ ઉભી થતા સમસ્યાઓ દૂર કરવા પાલિકા સદસ્ય ધર્મેન્દ્ર ચૌહાણે નગરપાલિકાના ચીફ ઓફીસરને રજૂઆત કરી છે. તેમણે પાલીકાની સામાન્ય સભામાં નવા દાર કરવા માટે રજુઆત કરી હતી.

સાવરકુંડલામાં ઉનાળાની શરૂઆત થતાં પહેલા અમુક વિસ્તારોમાં પાણીની સમસ્યાઓ સર્જાઇ રહી છે. જેમાં વોર્ડ નં.4ના ખોડીયાર નગર, રઘુવંશી પરા, કાનાણી નગર, સહીતના વિસ્તારોમાં પાણીની મુશ્કેલી હોય અને ઉનાળો બાકી હોય તેથી આગોતરું આયોજન કરવા ખોડીયાર નગર રઘુવંશી પરા, કાનાણી પરામાં નવા દાર માટે મંજુરી આપવા ભલામણ કર્યાનું જણાવ્યું છે.પાલિકા સદસ્ય ધર્મેન્દ્રભાઇ મહેતાએ પણ ચીફ ઓફીસર પત્ર પાઠવી વોર્ડ નં.6નાં વિસ્તારમાં પાણીની સમસ્યા દૂર કરવા, ઇન્દીરા વસાહત, ફ્રેન્ડ સોસાયટી, યોગેશ્વર સોસાયટી, અંબિકા સોસાયટી અને વેલનાથ પરા નદી સામાકાઠાનાં ભાગમાં પાણી આપવામાં આવ્યું છે. પણ અંબિકા સોસાયટી, વેલનાથપરા, યોગેશ્વર સોસાયટી અને એશિયાળમાં પુરું પાણી પહોંચતું નથી.

દારમાં ઓછુ઼ પાણી હોવાને કારણે મુશ્કેલીઓ ઉભી થઇ છે. હજુ તો ઉનાળાની શરૂઆત થઇ છે ત્યાં પાણીની સમસ્યાઓ પણ શરૂ થઇ ચુકી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો