તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિજપડીમાં નારી સંમેલન યોજાયું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સરપંચ દ્વારા મહિલા સશકિતકરણ હેતુથી મહિલાઓને માહીતગાર કરાઇ

સાવરકુંડલાતાલુકાના ખડસલીના વનાળા ખાતે આવેલ રણછોડરાયના મંદિરે સરપંચ દ્વારા નારી સંમેલનનુ આયોજન કરવામા આવ્યું હતુ. સંમેલનમા મહિલાઓને વિવિધ યોજનાઓ વિશે માહિતગાર કરી માર્ગદર્શન પુરૂ પાડવામા આવ્યું હતુ.

મહિલા સશકિતકરણના હેતુ સાથે આયોજીત નારી સંમેલનમા ખડસલીના યુવા સરપંચ ચેતનભાઇ માલાણી સહિત આગેવાનોની ઉપસ્થિતિમા મહિલાઓ પોતાના પગભર બની શકે તે માટે માર્ગદર્શન તેમજ સરકારની મહિલાઓ માટેની વિવિધ યોજનાઓ માટે માહિતી આપી હતી. પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ જેનીબેન ઠુંમર, સાવરકુંડલા તાલુકા પંચાયત પ્રમુખ મંગળાબેન ડાવરા, મનુભાઇ ડાવરા, ઉપપ્રમુખ રાઘવભાઇ સાવલીયા, ખરીદ વેચાણ સંઘના ચેરમેન દિપકભાઇ માલાણી, માર્કેટીંગયાર્ડના પ્રમુખ બાબુભાઇ પાટીદાર, અશ્વિનભાઇ ધામેલીયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.

નારી સંમેલનમાં આસપાસના ગામની મોટી સંખ્યામા મહિલાઓ ઉપસ્થિત રહ્યાં હતા. અહી આગેવાનોએ મહિલાઓ પોતાના પગભર બની શકે તે હેતુથી યોગ્ય માર્ગદર્શન પુરૂ પાડયું હતુ. ઉપરાંત સરકારની મહિલાઓ વિશેની યોજનાઓ અંગે પણ માહિતી પુરી પાડી હતી.

જિલ્લા પંચાયત પ્રમુખ સહિત ઉપસ્થિત રહ્યા તસ્વીર-ગૌતમ પડીયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો