વિસાવદરનાં આરએફઓની થઇ સાવરકુંડલા બદલી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહીલાનાં ફાર્મહાઉસને લઇ થયેલી બબાલ પાછળ ધાર્મિક વડાની ભલામણ કરતા બદલી થયાની ચર્ચા

ખાસ કીસ્સામાં ગુજરાતભરમાંથી માત્ર એક આરએફઓનો બદલીનો નિકળ્યો ઓર્ડર

વિસાવદરનાંઆરએફઓની ખાસ કીસ્સામાં તાબડતોબ બદલી સાવરકુંડલા થતા બદલીને લઇ અનેક ચર્ચાઓ થઇ રહી છે. જેમાં સતાધાર નજીક આવેલ મહીલાનાં ફાર્મહાઉસ નજીક થઇ રહેલા વધારાનાં વૃક્ષોનું કટીંગને લઇ થોડા દિવસ પહેલા બબાલ થઇ હતી. જેને લઇ મહીલા એક ધાર્મિક જગ્યાનાં અનન્ય સેવક હોય જેથી તેણે ત્યાનાં સંતને વાત કરતા તેમણે કરેલી ગાંધીનગર ભલામણ બાદ ગુજરાતભરમાંથી માત્ર એક આરએફઓનો સીંગલ ઓર્ડર નિકળ્યો હતો. વન વિભાગનાં સુત્રોનાં જણાવ્યા પ્રમાણે ગત તા.21-7-2017નાં રોજ ગાંધીનગરથી વિસાવદરનાં આરએફઓ આર.ડી.વંશની બદલી સાવરકુંડલા રેન્જમાં જાહેરહીત ખાતર કરતો હુકમ જૂનાગઢ સ્થિત પ્રાણી વર્તવી સીસીએફની કચેરીએ ઓર્ડર આવ્યો હતો. જેને લઇ ખુદ વન વિભાગનાં ઉચ્ચ અધિકારીઓ પણ અચંબામાં પડી ગયા હતા. કારણકે માત્ર એક આરએફઓની અને પણ તાબડતોબ બદલી બદલીનાં કારણને લઇ અનેક ચર્ચાઓ થઇ રહી છે પરંતુ મહત્વનું કારણ છે કે અષાઢીબીજનાં દિવસે મુખ્યમંત્રી સતાધાર આવતા હોય જેને લઇ રોડ પર વધી ગયેલા વૃક્ષોનું કટીંગ ચાલી રહ્યું હતું. જેમાં અષાઢીબીજનાં આગળનાં દિવસે આરએફઓ અને ફાર્મહાઉસનાં મહીલા માલિક વચ્ચે જીભા જોડી થઇ હતી. જીભાજોડીને લઇ મહીલાએ ધાર્મિક સંસ્થાનાં સંતને વાત કરી હતી. કારણકે મહિલા ધાર્મિક જગ્યાનાં અનન્ય સેવક હોવાને લીધે અંગેની સમગ્ર હકીકતની ગાંધીનગર સુધી થયેલી ફરીયાદ બાદ આરએફઓની ખાસ કિસ્સામાં વિસાવદરથી સાવરકુંડલા બદલી કરી દેવામાં આવી છે. વન અધિકારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે આવું તો બહુ જુજ કીસ્સાઓમાં બનતુ હોય છે કે આરએફઓનો સમયગાળો હજુ બાકી હોય એટલે કે ત્રણ વર્ષ પુરા થયા હોય અને માત્ર એક ઓર્ડર નિકળે તે નવાઇની વાત કહેવાય, સુત્રોનાં જણાવ્યા પ્રમાણે આરએફઓએ બદલીનો ઓર્ડર રદ કરાવવા માટેનાં અનેક પ્રયાસો હાથ ધર્યા છે.

અન્ય સમાચારો પણ છે...