સાવરકુંડલાના વયોવૃધે દેશ લેવલે નામ રોશન કરીને 100 મીટર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાવરકુંડલાના વયોવૃધે દેશ લેવલે નામ રોશન કરીને 100 મીટર દોડમાં ઝળહળતી સિદ્ધિ મેળવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરતા ગુજરાત પ્રદેશ એન.એસ.યુ.આઈ.ના મહામંત્રી સમીર કુરેશી સહિત સાવરકુંડલા એન.એસ.યુ.આઈ.ના હોદ્દેદારોએ દોડવીર કાશમભાઈ કુરેશીનું અદકેરું સન્માન કર્યું હતું.

સાવરકુંડલા નગરપાલિકાના ઉપપ્રમુખ નાસીર ચૌહાણ અને કોંગ્રેસના ઉપપ્રમુખ તાજુદીન કુરેશીએ મુસ્લિમ વડીલ દોડવીરને સન્માનિત કર્યા હતા.

ભારત દેશ લેવલે સાવરકુંડલાનું નામ રોશન કરીને 100 મીટર દોડ સાથે લાંબી કુદમાં સિલ્વર મેડલ મેળવીને ગુજરાત રાજ્યનું હિર દિલ્હીમાં ડંકો વગાડી આવ્યા બાદ એશિયાના ખંડોની એથ્લેટીક્સ સ્પર્ધા માટે શુભકામનાઓ પાઠવીને સાવરકુંડલાના સિતારા કાશમભાઈ કુરેશી (જીપ)ને એશિયાના દેશોમાં ભારત દેશની નામના આગળ ધપાવવા શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

આ સ્પર્ધામાં કૃષિ યૂનિવર્સિટીનાં છાત્રોએ ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...