તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Savarkundla
  • ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા દલિત શખ્સે લોહીલુહાણ કર્યા : સારવારમાં

ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા દલિત શખ્સે લોહીલુહાણ કર્યા : સારવારમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાવરકુંડલાતાલુકાના ઘાંડલા ગામના વતની સુરતના આધેડ પર તે ગામના શખ્સે હુમલો કરી માથામા ટી વડે મારમારી ગંભીર ઇજા પહોંચાડતા તેમને સારવાર માટે દવાખાને ખસેડવામા આવેલ છે.

બાવાજી આધેડ પર હુમલાની ઘટના સાવરકુંડલા તાલુકાના ઘાંડલા ગામે બની હતી. પોલીસ સુત્રોમાથી જાણવા મળતી વિગત મુજબ સુરતમા પુણા ગામ વિસ્તારમા રહેતા અને મોલમા સિકયુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા મુળ ઘાંડલા ગામના જયંતીભારથી ત્રિકમભારથી ગૌસ્વામી પર તે ગામના જયસુખ મોહનભાઇ ચૌહાણ નામના શખ્સે હુમલો કર્યો હતો. શખ્સે તેમને માથામા હાથ અને પગ પર ટી વડે મારમારી ગંભીર ઇજા પહોંચાડતા તેમને સારવાર માટે દવાખાને ખસેડાયા છે. તેમણે અંગે સાવરકુંડલા તાલુકા પોલીસમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું છે કે તેમની જ્ઞાતિમા મરણ થઇ ગયુ હોય તેઓ વતનમા આવ્યા હતા. જયસુખ ચૌહાણ આજે તેમના ઘર બહાર ગાળો બોલતો હોય તેમણે ગાળો બોલવાની ના પાડી હતી જેથી ઉશ્કેરાઇ જઇ તેણે હુમલો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...