તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાવરકુંડલામાં કોંગ્રેસનાં જન સેવા કેન્દ્રનો પ્રારંભ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાલિકા પ્રમુખ સહિત ઉપસ્થિત રહ્યા

સાવરકુંડલાનાવતની અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમીતીના માર્ગદર્શક માજી સાંસદ નવિનભાઇ રવાણીની સુચનાથી સાવરકુંડલા શહેરનાં યુવા અગ્રણી ચંદ્રેશભાઇ રવાણીએ પોતાની કાર્યાલય જન સેવા કેન્દ્રનો આરંભ કર્યો હતો. તેમના જનસેવા કેન્દ્ર નામના કાર્યાલયના ઓપનીંગમાં કથા કરી પ્રારંભ કર્યો હતો.તેમણે જણાવ્યું હતુ કે જન સેવા કેન્દ્રમાં કોઇ પક્ષપાત કે જ્ઞાતિવાદથી પર રહી લોકોની નિ:સ્વાર્થ ભાવે સેવાઓ કરવામાં આવશે. ગત નગરપાલિકાની ચુંટણી ચંદ્રેશભાઇ રવાણીના માર્ગદર્શન મુજબ લડવામાં આવી હતી. ચંદ્રેશભાઇ રવાણીની કોઠાસૂઝના લીધે સાવરકુંડલા નગરપાલિકાની ચૂંટણીના પરિણામમાં કોંગ્રેસને નગરપાલિકામાં સતા સ્થાને બેસાડી શકવામાં સફળ રહ્યા હતાં. જન સેવા કેન્દ્રનાં ઉદ્દઘાટનમાં પાલિકા પ્રમુખ કુંદનબેન અઢીયા, ઉપપ્રમુખ નાસીર ચૌહાણ, કારોબારી ચેરમેન હસુભાઇ સૂચક, નાગરિક બેંકના વાઇસ ચેરમેન અશ્વિનભાઇ ઉપાધ્યાય, એમ.ડી. હિતેષ સરૈયા તથા નગરપાલિકાના સભ્યો, નાગરિક બેંકના ડીરેક્ટરો, વેપારી આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો