સાવરકુંડલામાં પાક વીમાથી વંચિત ખેડૂતો માટે આજે સભા

ખેડૂતોને અન્યાય થતા આયોજન કરાયુ

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:05 AM
સાવરકુંડલામાં પાક વીમાથી વંચિત ખેડૂતો માટે આજે સભા
સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર ઇનિંગમાં ખેડૂતોનો ઉભો પાક નાશ પામ્યો હતો.ત્યારે આ દુઃખમાં ગરકાવ થયેલા ખેડૂત સાથે સરકારે એવી ક્રુર મજાક ઉડાવી કે તેમને જિંદગીભર આ મજાક યાદ રહેશે. અમરેલી જિલ્લાના અનેક તાલુકાના ખેડૂતોને આ પાક વિમામાં અન્યા થયો છે. તેવા સવાલો ઉઠી રહ્યા છે.ત્યારે અમરેલીના સાવરકુંડલા તાલુકામાં ખેડૂતોને સરકાર દ્વારા પાક વિમામાં અન્યાય થયો હોય તે માટે 10મીએ માર્કેટ યાર્ડમાં બેઠકનુ આયોજન કર્યું છે.

દીપકભાઈ માલાણીએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા અમરેલી જિલ્લામાં પાક વીમા પેટે 218 કરોડ ફાળવાયા છે.અમરેલી જિલ્લામાં 11 તાલુકા આવેલા છે.તેમાં સાવરકુંડલા તાલુકામાં કપાસ અને મગફળીના વીમા પેટે રૂ 285001952.78 મંજુર થયા છે.આ નાની એવી રકમથી ખેડૂતોને વાવેલા બિયારણની રકમ પણ ગુમાવવી પડે તેમ છે.

ગુજરાત સરકારના આ અન્યાય સામે સાવરકુંડલામાં સરકાર સામે મોરશો માંડવા 10 ઓગષ્ટના રોજ માર્કેટીંગ યાર્ડ ખાતે ખેડૂતોને આવવા માટે આહવાન કરવામાં આવ્યું છે.

X
સાવરકુંડલામાં પાક વીમાથી વંચિત ખેડૂતો માટે આજે સભા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App