પાલીતાણાનો વેપારી પાંચ વર્ષથી ખરીદતો હતો કપાયેલા ચંદનના લાકડા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાવરકુંડલાપોલીસે બે દિવસ પહેલા પોલીસે ગીરધરવાવ નજીકથી એક કારમાંથી રૂા. 50 લાખની કિંમતના ગેરકાયદે હેરફેર કરાતા ચંદનના લાકડા ઝડપી પાડ્યા બાદ વન વિભાગની ઉંડાણપૂર્વકની તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે. ધારીના ખોખરાની સીમમાં છેલ્લા કેટલાક સમયમાં ચંદનના 60 વૃક્ષોનું કટીંગ થયાનું ખુલ્યુ છે અને વનતંત્ર દ્વારા સર્વે કરાતા હજુ પણ અહિં જુદા જુદા સ્થળે 350થી વધુ ચંદનના વૃક્ષો ઉભા છે. તપાસમાં ચંદનના વૃક્ષો પાલીતાણાના વેપારીએ ખરીદ્યાનું ખુલતા તે દિશામાં પણ તપાસ લંબાઇ છે.

અમરેલી જીલ્લામાં ચંદનના વૃક્ષોના વેપારનો ગેરકાયદે કાળો કારોબાર મોટા પ્રમાણમાં ચાલી રહ્યો છે અને જેમ જેમ તપાસ આગળ ચાલતી જાય છે તેમ તેમ ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે. જેસરના સનાળા ગામનો અરવિંદ કનુભા સરવૈયા નામનો શખ્સ કારમાં 50 લાખની કિંમતના 300 કિલો જેટલા લાકડા લઇને જતો હતો ત્યારે સાવરકુંડલા તાલુકા પોલીસે તેને ઝડપી લીધો હતો. આગળની તપાસ સ્થાનિક આરએફઓ મોર ચલાવી રહ્યા છે.

વન વિભાગની જુદી જુદી ટુકડી આજે પણ તપાસ માટે ખોખરા ગામે દોડી ગઇ હતી. ધારી નજીક આવેલા ખોખરા ગામની સીમમાં જુદી જુદી વાડીઓમાં વિડીયો શુટીંગ સાથે સર્વે કરવામાં આવતા હજુ પણ 350થી વધુ ચંદનના વૃક્ષો અહિં ઉભા હોવાનું જણાયુ હતું અને છેલ્લા પાંચ વર્ષ દરમીયાન ગામની સીમમાંથી જુદા જુદા તબક્કે ચંદનના 60 જેટલા વૃક્ષો કપાયા હતાં. કપાયેલા વૃક્ષોના થડ હજુ પણ જુદા જુદા ખેડૂતની વાડીઓમાં ઉભા છે. વન તંત્ર દ્વારા તેની નોંધ પણ કરવામાં આવી હતી. હવે ખોખરા ગામ સિવાય આજુબાજુના ગામોમાં પણ ક્યાય ચંદનના વૃક્ષો છે કે કેમ તે દિશામાં પણ તપાસ થશે.

દરમિયાન વનતંત્રની તપાસમાં એવી વિગત પણ ખુલી હતી કે ધારી પંથકમાંથી કપાયેલુ ચંદનનુ લાકડુ પાલીતાણાના વેપારીને વેચી નાખવામાં આવતુ હતું અને વેપારી દ્વારા તેનું જુદા જુદા વિસ્તારોમાં વેચાણ કરાતુ હતું. જેને પગલે વનતંત્ર દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં ચંદનના કેટલા વૃક્ષો કપાયા અને તેનું કેટલુ લાકડુ પાલીતાણાને વેપારીએ ખરીદ્યુ લાકડુ ત્યાથી કોને કોને વેચાયુ કૌભાંડમાં હજુ વધુ કોણ કોણ સંડોવાયેલુ છે વિગેરે બાબતોનો તાળો મેળવવા પ્રયાસ હાથ ધરાયા છે. મુખ્યસુત્રધાર વન વિભાગ માટે હાથવગો હોવાનું મનાય છે.

કપાયેલા ઝાડમાંથી પણ ઉગી નિકળ્યા વૃક્ષો

ખોખરાનીસીમમાં ચંદનના વૃક્ષો કાપી વેચી નાખનાર ખેડૂતોએ વૃક્ષ કાપ્યા બાદ તેના ઠુંઠા યથાવત ઉભા રહેવા દીધા હતાં. છેલ્લા પાંચ વર્ષ દરમીયાન સતત કટીંગ ચાલ્યુ હોય અગાઉ કપાયેલા ચંદનના વૃક્ષોના થડમાંથી નવા વૃક્ષો પણ ફુટી નિકળ્યા છે. આટલા લાંબા સમય સુધી અહિં તંત્રનું ધ્યાન ગયુ હતું.

માત્ર1 હજારના મણના ભાવે ખરીદી ગયો ચંદન

પોલીસતંત્રએ ચંદનના લાકડાનો જથ્થો ઝડપી પાડ્યા બાદ જથ્થાની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત ગણી ભલે રૂા. 50 લાખની કિંમતની હેરફેર ઝડપી પાડ્યાનો દાવો કર્યો હોય પરંતુ કૌભાંડના મુખ્ય સુત્રધાર અરવિંદ સરવૈયાએ તો ચંદનનુ લાકડુ પાણીના ભાવે ખરીદ્યાનું ખુલ્યુ છે. ખેડૂતોએ તો જાણે તે બળતણના ભાવે વેચ્યુ હતું. શખ્સ માત્ર રૂા. એક હજારના મણના ભાવે ચંદનનું લાકડુ અહિંથી લઇ જતો હતો.

દરેકનીવાડીમાંથી બે-બે વૃક્ષો કપાતા જેથી કોઇ બાતમી આપે

ચંદનનીગેરકાયદે હેરફેરનું નેટવર્ક બખુબી ચાલાકીપૂર્વક થતુ હતું. ગામમાં અનેક ખેડૂતની વાડીમાં ચંદનના વૃક્ષો છે. કોઇ એક ખેડૂત પાસેથી ખરીદી થાય તો બીજા ખેડૂત તંત્રને બાતમી આપી દે તેવું બની શકે. જેથી ચાલાકી પૂર્વક જેથી પાસે ચંદનના વૃક્ષો છે તે તમામ ખેડૂતો પાસેથી વારાફરથી બે-ત્રણ બે-ત્રણ વૃક્ષોના લાકડાની ખરીદી થતી હતી.

ચંદનનાવધુ નવ લાકડા ઝડપાયા

વનતંત્રદ્વારા કરાતી તપાસમાં આજે ખોખરાના રમેશગીરી ગજરાજગીરી બાવાજી નામના ખેડૂતના ઘરમાંથી ચંદનના કપાયેલા લાકડાના નવ ટુકડા મળી આવ્યા હતાં. ટુકડા ધારી વનતંત્રના હવાલે કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...