પાવરચોરીનાં બીલની રકમ ન ભરતા શખ્સને એક માસની કેદ

મોટા ઝીંઝુડાનાં શખ્સને કોર્ટનો હુકમ

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:05 AM
પાવરચોરીનાં બીલની રકમ ન ભરતા શખ્સને એક માસની કેદ
સાવરકુંડલા તાલુકાના મોટા ઝીઝુંડા ગામના ખેડૂતે પાવર ચોરીની રકમ ભરપાઈ ન કરતા આજે સાવરકુંડલા કોર્ટના એડી. સીવીલ જજે એક માસની કેદની સજા ફટકારી હતી.

સાવરકુંડલા તાલુકાના મોટા ઝીઝુંડા ગામના રહીશ વિનુભાઈ સોમાભાઈ કોળીને પીજીવીસીએલ સાવરકુંડલા રૂરલ કચેરી દ્વારા પાવરચોરી કેસમાં પકડેલા હતા.પાવર ચોરીમાં પકડાયેલ શખ્સને પી.જી.વી.સી.એલ દ્વારા 44000નો દંડ ફટકાર્યો હતો. આ રકમ ન ભરતા પી.જીવી.સી.એલ વિભાગે કોર્ટમાં તેમના વિરુદ્ધ દાવો કર્યો હતો.સાવરકુંડલા કોર્ટના એડી. પ્રિન્સીપલ સિવીલ જજ સી.પી.શર્માએ પાવર ચોરીની રકમ ભરપાઈ કરવા આ શખ્સને ફરમાન કર્યું હતું. છતાં વિનુભાઈએ રકમ ન ભરપાઈ કરતા આજે કોર્ટે તેમને એક માસ કેદની સજા ફટકારી હતી. તેમજ કોર્ટે હુકમ કર્યો હતો કે જો મહિના દિવસમાં દંડની રકમ ભરપાઈ કરે તો વધુ સજા કરાશે.

X
પાવરચોરીનાં બીલની રકમ ન ભરતા શખ્સને એક માસની કેદ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App