તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઠવીના તળાવોને ઉંડુ ઉતારતાં પાણી સંગ્રહ વધ્યું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાવરકુંડલાતાલુકાના વંડા ગામે તાજેતરમાં થયેલી મેઘમહેર પહેલા તળાવોને ઉંડા ઉતારવાની કામગીરી હાથ ધરવામા આવી હતી. ત્યારબાદ વર્ષારાણીનું આગમન થતા તળાવોમા નવા પાણીનો જથ્થો સંગ્રહાયો છે જેના કારણે ખેડૂતો ખુશ છે.

રાજય સરકાર દ્વારા ગતિશીલ ગુજરાત કાર્યક્રમ અંતર્ગત જુદાજુદા વિસ્તારમા તળાવો ઉંડા ઉતારવાની કામગીરી હાથ ધરવામા આવી છે. સાવરકુંડલા તાલુકાના ઠવી ગામે પણ તળાવોમાથી કાપ દુર કરી તેને ઉંડા ઉતારવાની કામગીરી હાથ ધરાઇ હતી. ઠવીમા ચાર મોટા તળાવ છે અને અન્ય નાના અનેક તળાવો છે.

ઠવી ગામના અનુભવી ખેડૂત દેવચંદભાઇ નાનજીભાઇ સાવલીયાએ જણાવ્યું હતુ કે હાલમા અમારા ગામમા 11 કિમી જેટલુ પાણી ભરાયેલુ છે. ગામના નાના મોટા બધા તળાવોમા પાણી છે. કુવાના તળ પણ ઉંચકાયા છે અને બોરના તળ પણ ઉંચકાતા આગામી સમયમા ખેડૂતોને પાક માટે પુરતુ પાણી મળી રહેશે. તેમણે જણાવ્યું હતુ કે જળસંગ્રહ અંતર્ગત ચેકડેમ અને ખેત તલાવડીઓ બન્યા બાદ તેને ઉંડા ઉતારવાની કામગીરી થતા ખેત ઉત્પાદન લેવામા તે ઉપયોગી નિવડશે.

અત્રે નોંધનીય છે કે, ચોમાસા પહેલા તળાવ ને ઉંડુ ઉતારવાની કામગીરી કરવામાં આવતાં ચોમાસા બાદ તળાવમાં પાણી સંગ્રહની ક્ષમતા વધતા અન્ય કુવા અને બોરનાં પાણીનાં તળ પણ ઉંચા આવ્યા છે. અને તેનો લાભ ખેડુતોને મળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો