તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાવરકુંડલામાં હિન્દૂ સામ્રાજ્ય દિવસની ઉજવણી કરવામાં આવી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાવરકુંડલા | સાવરકુંડલામા હિન્દુ સામ્રાજય દિવસની ઉજવણી કરવામા આવી હતી. આ પ્રસંગે હનુમાન ચાલીસાના પાઠ પૂજ્ય કૌશિકગીરી બાપુએ રજુ કર્યા હતા. હિન્દૂ સામ્રાજ્ય દિવસ એટલે છત્રપતિ શિવાજી મહારાજનો રાજય અભિષેક. આ તકે શિવાજી મહારાજને તિલકપૂજા કરવામાં આવી હતી. દીપ પ્રાગટય પુ. વંદનીય ઉષામૈયા, પૂ.ભક્તિરામબાપુ, પૂ. કરશનગિરીબાપુ, પૂ. નારાયણદાસ સાહેબ તેમજ સંતો મહંતોના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે સમગ્ર કાર્યક્રમની જહેમત હિન્દૂ યુવા સેના પ્રમુખ અજયભાઈ ખુમાણ, મહામંત્રી ધર્મેન્દ્રસિંહ ચૌહાણ, મહામંત્રી નિકુંજભાઈ સોંડાગર, ઉપપ્રમુખ લાલભાઈ દેગમા, ઉપપ્રમુખ ગૌરાંગભાઈ નથવાણી, ઉપપ્રમુખ વિપુલભાઈ પરમારે જહેમત ઉઠાવી હતી. તસ્વીર- સૌરભ દોશી

અન્ય સમાચારો પણ છે...