કુંડલામાં કડીયા તથા રેતીનો ઉપયોગ કરનાર લોકોની મિટિંગ યોજાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાવરકુંડલા| સાવરકુંડલા કાનજીબાપુ ઉપવન વાડી ખાતે રેતીનો ઉપયોગ કરનાર કોન્ટ્રાકટરો, કડીયા કામ કરનાર, સેન્ટિંગ કામ કરનાર, ભરાઈ કરવાવાળા માણસો, દાડિયા, ટ્રેકટર માલિકો તથા બાંધકામ કરનાર દરેક શ્રમિકો માટેની અગત્યની મિટિંગ યોજાઈ હતી. જેમાં ટુંક સમયામા અમરેલી જિલ્લામાં તાત્કાલિક રેતીની લીઝ અને રેતી મળવા લાગે તે માટે કલેકટરને આવેદનપત્ર, રેલી વિગેરે જેવા કાર્યક્રમો યોજાયા હતા. આ તકે કડીયા જ્ઞાતિ પ્રમુખ ગોવિંદભાઈ પરમાર, કડીયા યુવક મંડળ પ્રમુખ પ્રવીણભાઈ ટાંક, સાવરકુંડલા નગરપાલિકા ઉપપ્રમુખ ભાવેશભાઈ હિંગુ વગેરે અગ્રણી તથા કારીગર વર્ગ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...