તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાવરકુંડલા નગરપાલિકા સાથે સ્વ.જોગીદાસ ખુમાણનું નામ જોડાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખુમાણને મળશે અનોખી સ્મરણાંજલી


માત્રસાવરકુંડલામાં નહી સૌરાષ્ટ્રભરમાં જેનુ નામ આદરથી લેવાય છે તે સ્વ. જોગીદાસ ખુમાણનું નામ હવે સાવરકુંડલા નગરપાલીકા કચેરી સાથે જોડાશે. પાલીકાએ તેની કચેરી જ્યાં બેસે છે તે દરબારગઢને જોગીદાસ ખુમાણનું નામ આપવાનું ગઇકાલે ઠરાવ કર્યો હતો.

ભાવનગર સ્ટેટ સાથે બગાવતનું શસ્ત્ર ઉગામી નામના મેળવનાર સ્વ. જોગીદાસ ખુમાણ પર વિસ્તારની જનતાને ગૌરવ છે. ત્યારે કોંગ્રેસના એક સદસ્ય દ્વારા પાલીકા કચેરી સાથે સ્વ. જોગીદાસ ખુમાણનું નામ જોડવા રજુઆત કરાઇ હતી. દરમીયાન ગઇકાલે સાવરકુંડલા નગરપાલીકાને મળેલી સામાન્ય સભામાં બહુમત સભ્યોએ પાલીકા કચેરીને સ્વ. જોગીદાસ ખુમાણ સેવાસદન નામકરણ કરવાનો ઠરાવ કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે અહિંના દરબારગઢને સ્વ. જોગીદાસ ખુમાણનું નામકરણ કરાશે. હાલમાં દરબારગઢમાં નગરપાલીકા કચેરી ઉપરાંત એસબીઆઇ અને તિજોરી કચેરી પણ બેસે છે તેમ નગરપાલીકાના ઉપપ્રમુખ નાસીરભાઇ ચૌહાણે દિવ્ય ભાસ્કરને જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...