તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાઇક, ફોરવ્હીલ સહિત 80 હજારનો મુદામાલ કબ્જે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગારીયાધારતાલુકાના નવાગામમાંથી સાવરકુંડલા તાલુકાના ગામડાઓમાં દેશી દારૂની હેરાફેરી થતી હોવાનું અમરેલી એલ.સી.બી. પી.આઇ એ.પી.પટેલને જાણ થતા પ્રવૃતિ ઉપર રોક લગાવવા તજવીજ હાથ ધરેલ હતી. દરમ્યાન એલ.સી.બી. પી.આઇ એ.પી.પટેલે અને એલ.સી.બી. ટીમને બાતમીના આધારે ગોરધનભાઇ દેવીપુજક રહે.નવાગામ, તા.ગારીયાધાર ના શખ્સને આજે વહેલી સવારે સફેદ કલરની મારૂતિ ફન્ટી કારમાં દેશી દારૂના બાચકાં ભરીને સાવરકુંડલા આવવાનો છે. તેવી ચોક્કસ બાતમી મળતાં એલ.સી.બી.ટીમ દ્વારા નવાગામ થી સાવરકુંડલાના રસ્તે આવતી શેલણા ચોકડીએ વોચ ગોઠવતાં નવાગામ તરફથી એક સફેદ રંગની મારૂતિ ફન્ટી કાર રજી.નંબર જી.જે.૦૧.એ.આર.૩૯૧૭ વાળી આવતાં જેને રોકીને ચેક કરતાં કારમાં દેશી પીવાનો દારૂ ભરેલ પ્લાસ્ટીકની કોથળીઓ ભરેલ હોય અને કારની પાછળની સીટ ઉપરથી તથા કારની ડીકીમાંથી કુલ દેશી પીવાનો દારૂ લીટર ૪૦૦ જેની કિ.રૂ.૧૨,૦૦૦/- નો મળી આવતાં કાર ચાલકને પકડી પડ્યો હતો તેમજ તેની વિરૂધ્ધ પ્રોહિબીશન ધારા તળે ધોરણસર કાર્યવાહી કરી વંડા પોલીસ મથકને હવાલે કરવામાં આવી હતી.

સાથોસાથ આજરોજ મળેલ ચોક્કસ બાતમી મળેલ કે સાવરકુંડલા તાલુકાના પિઠવડી ગામનો મનસુખભાઇ મિઠાભાઇ સુરેલા વહેલી સવારે મોટર સાયકલ ઉપર નવાગામથી દેશી દારૂ લાવી પિઠવડીમાં વેચાણ કરે છે તેવી ચોક્કસ બાતમી આધારે નવાગામથી પિઠવડીના રસ્તે આવતી ફિફાદ ચોકડી પર વોચમાં રહેતાં નવાગામ તરફથી એક મોટર સાયકલ આવતાં તે રોકી ચેક કરતાં મો.સા. ઉપર બાચકાંઓમાં આશરે ૧૦૦ લીટર જેની કિં.રૂ.૩,૦૦૦/- તથા મો.સા.નં. જી.જે.૧૭.પી.૮૩૨, કિં.રૂ.૨૫,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૨૮,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ હતો.

અન્ય સમાચારો પણ છે...