તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

530 બાળકોએ આપત્તિ વ્યવસ્થાપન અંગેનું માર્ગદર્શન મેળવ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત સરકારની સુચના મુજબ શાળાના બાળકોમાં આપત્તિ સામે જાગૃતિ ફેલાય અને સમજણ મળે તે માટે સાવરકુંડલા નગરપાલિકા દ્વારા આપત્તિ વ્યવસ્થાપન અને સલામતી સપ્તાહના ભાગરૂપે આજે કે. કે. હાઇસ્કુલ ખાતે આપત્તિ વ્યવસ્થાપન માટે સરકાર તરફથી મળેલા સાધનોનું ડેમોટ્રેશન કરવામાં આવ્યું હતું. અને બાળકોને તે બાબતે સમજણ આપવામાં આવી હતી.

હાલમાં ગુજરાત સરકારની સુચના મુજબ વ્યવસ્થાપન અને સલામતિ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. દરેક શાળાઓમાં આપત્તિ વ્યવસ્થાપન માટે બાળકોને સમજણ આપવામાં આવે છે. તેમજ કુદરતી આપત્તિના સમયે શું કરવું અને શું ન કરવું વિગેરે બાબતો અંગે વિસ્તૃત છણાવટ કરવામાં આવે છે. આજે સાવરકુંડલા નગરપાલિકા દ્વારા કે.કે. હાઇસ્કુલ ખાતે સરકાર તરફથી મળેલા સાધનોનું ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. -તસ્વીર- સૌરભ દોશી

અન્ય સમાચારો પણ છે...