તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

PSIની ગેરવર્તણૂંક મુદ્દે વકીલો અચોક્કસ મુદ્દતની હડતાલ પર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાવરકુંડલાના ટાઉનમાં ફરજ બજાવતા પીએસઆઇ પી.બી.ચાવડા દ્વારા અવારનવાર વકિલો સાથે ગેરવર્તણુંક કરવામા આવી રહી હોય આજે સાવરકુંડલા બાર એસો દ્વારા ઠરાવ કરી હડતાલ પર ઉતરી ગયા હતા. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ઇન્ચાર્જ પીએસઆઇ પી.બી.ચાવડાએ એક આરોપીને કોર્ટમાં રજૂ કર્યો હતો. ત્યારે સાવરકુંડલાના વકીલ કલાબેન ત્રિવેદી તેમના તહોમતદારને ટાઉન પોલીસ સ્ટેશનમાં મળવા માટે ગયા હતા. ત્યારે પીએસઆઈએ તેમની સાથે ગેરવર્તણુંક કરી હતી. બાદમાં આરોપીને કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. ત્યારે આરોપીના વકીલે કોર્ટને સમગ્ર ઘટનાથી વાકેફ કર્યા હતા. ત્યારે જજ દ્વારા તેમની ઝાટકણી કરી હતી. જો કે પીએસઆઇ દ્વારા હાઇકોર્ટ અને ડિસ્ટ્રીકટ કોર્ટમા અરજી કરવા પણ ધમકી આપી હતી. આ ઉપરાંત તેમણે કોર્ટના સ્ટાફરૂમમા પણ ખરાબ વર્તન કર્યુ હોય અને કોર્ટની ગરીમાનુ અપમાન કર્યુ હોય તેમજ અવારનવાર વકિલો સાથે ગેરવર્તન કરવામા આવી રહ્યું હોય આજે વકિલ મંડળ દ્વારા જયાં સુધી તેની સામે યોગ્ય કાર્યવાહી ન થાય ત્યાં સુધી અચૌકકસ મુદતની હડતાલ પર ઉતરી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...