તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાવરકુંડલામાં મહિલા કાનુની દિવસની ઉજવણી કરવામાં આવી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાવરકુંડલામા ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને મહિલા સામખ્ય સંચાલીત અમરેલી જિલ્લા નારી અદાલત ઓફિસ ખાતે મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત મહિલા કાનુની દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ તકે સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા નારી અદાલતના જિલ્લા હેડ જસુબેન ભંડેરી દ્વારા મહિલાઓને સરકાર દ્વારા મળતી કાનુની સુવિધા અને કાયદાકીય માહિતી આપી હતી. તથા મહિલા વિકાસમાંથી મનીષાબેન ત્રિવેદી દ્વારા મહિલા સશક્તિકરણની તથા મહિલાઓને લગતી હેલ્પલાઈન અને ટોલ ફ્રી નંબરોની વિગત આપી હતી. તસ્વીર- સૌરભ દોશી

અન્ય સમાચારો પણ છે...