• Home
  • Saurashtra
  • Amreli District
  • Savarkundla
  • Savarkundla - સાવરકુંડલાનાં ગ્રામ્ય વિસ્તારમાં અડધો ઇંચ મેઘ મહેર, ખેડુતો ખુશ

સાવરકુંડલાનાં ગ્રામ્ય વિસ્તારમાં અડધો ઇંચ મેઘ મહેર, ખેડુતો ખુશ

બપોર બાદ શહેરમાં ઝાપટુ : વાતાવરણમાં ઠંડક પ્રસરી

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:30 AM
Savarkundla - સાવરકુંડલાનાં ગ્રામ્ય વિસ્તારમાં અડધો ઇંચ મેઘ મહેર, ખેડુતો ખુશ

સાવરકુંડલા પંથકમા બપોરબાદ આકાશમા કાળા ડિંબાગ વાદળો ઘેરાયા હતા અને શહેરમા ઝાપટુ વરસી ગયુ હતુ. જયારે ઘોબા, ભમોદરામા અડધો ઇંચ વરસાદ પડી ગયો હતો. આ ઉપરાંત ગાધકડા, લીખાળા, વડાલ, ભેંકરામા પણ અડધો ઇંચ વરસાદ ખાબકી જતા વાતાવરણમા ઠંડક પ્રસરી ગઇ હતી અને ખેડૂતો ખુશ થયા હતા.

અમરેલી જિલ્લામા વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામા પડી ગયા છે. તેની વચ્ચે સાવરકુંડલા પંથકમા આજે બપોરબાદ વાતાવરણમા પલટો આવ્યો હતો અને આકાશમા વરસાદી વાદળો ચડી આવ્યા હતા. જો કે સાવરકુંડલા શહેરમા માત્ર હળવુ ઝાપટુ વરસ્યુ હતુ. જયારે તાલુકાના ઘોબા અને ભમોદરામા અડધો ઇંચ વરસાદ પડી જતા માર્ગો પર પાણી દોડવા લાગ્યા હતા.

જયારે ગાધકડા, લીખાળા અને વડાલ તેમજ ભેંકરામા પણ બપોરબાદ અડધો ઇંચ વરસાદ પડી જતા વાતાવરણમા ઠંડક પ્રસરી હતી. એક તરફ વરસાદ ખેંચાયો છે જેને પગલે ખેડૂતો ચિંતામા છે. ત્યારે સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમા અડધો ઇંચ વરસાદ પડતા ખેડૂતોમા પણ ખુશી જોવા મળી હતી. જો કે હજુ ખેડૂતો સારા વરસાદની આશ રાખીને બેઠા છે.

X
Savarkundla - સાવરકુંડલાનાં ગ્રામ્ય વિસ્તારમાં અડધો ઇંચ મેઘ મહેર, ખેડુતો ખુશ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App