• Home
  • Saurashtra
  • Amreli District
  • Savarkundla
  • Savarkundla - નેસડી ગામે ત્રણ લાખ લિટરનાં પાણીનાં સંપનું ખાતમુહૂર્ત કરાયું

નેસડી ગામે ત્રણ લાખ લિટરનાં પાણીનાં સંપનું ખાતમુહૂર્ત કરાયું

ટૂંક સમયમાં જ ગામ લોકોની પાણીની સમસ્યા દુર થશે

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:30 AM
Savarkundla - નેસડી ગામે ત્રણ લાખ લિટરનાં પાણીનાં સંપનું ખાતમુહૂર્ત કરાયું
સાવરકુંડલા તાલુકાના નેસડી ગામમાં ધારાસભ્ય પ્રતાપભાઈ દુઘાત દ્રારા ત્રણ લાખ લીટરના પાણીના સંપનું ખાતમુહર્ત કરવામા આવ્યુ હતું.જેના કારણે ગામ લોકોને પીવાના પાણી માટે વલખા નહી મારવા પડે તેવું ધારાસભ્યએ જણાવ્યું હતુ. હવે ગામ લોકોને દરરોજ પાણીનું વિતરણ કરવામાં આવશે.

સાવરકુંડલાનું નેસડી ગામ તાલુકાનું સૌથી વધુ વસ્તી ધરાવતું ગામ છે. આ ગામમાં પહેલા પાણીનો સંપ ન હોવાથી લોકોને પાણી દરરોજ વિતરણ થતું ન હતું જેના કારણે લોકોને ગ્રમ્ય વિસ્તારની વાડીઓમાં પાણી લેવા માટે જવું પડતું હતું .ત્યારે આ અંગેની રજુઆત ધારાસભ્ય દ્વારા પાણી પુરવઠા વીભાગને કરવામાં આવી હતી. આ રજુઆતને ધ્યાને રાખીને પણીપુરવઠા વીભાગે ગામમાં ત્રણ લાખ લીટરના સંપની મંજુરી આપી છે.

જેને ભાગ રૂપે આજે ધારાસભ્ય પ્રતાપ દુધાતએ ગામમાં આ પાણીના સંપ બનાવવાની કામગીરીનુ ખાતમુહર્ત કરાયું હતું. જેના કારણે ટૂક સમયમાં જ ગામ લોકોની પાણીની સમસ્યા દુર થશે તેવું ધારાસભ્યએ જણાવ્યું હતું. આ તકે સાવરકુંડલા કોંગ્રેસ સમિતીના પ્રમુખ મનુભાઈ ડાવરા, માર્કેટીંયાર્ડના પ્રમુખ બાબુભાઈ, અમરેલી જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ હાર્દિકભાઈ કાનાણી, અમરેલી જિલ્લા પંચાયતના સિંચાઈ સમિતીના ચેરમેન ભરતભાઈ ગીડા સહિતના ગ્રામ્ય લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

X
Savarkundla - નેસડી ગામે ત્રણ લાખ લિટરનાં પાણીનાં સંપનું ખાતમુહૂર્ત કરાયું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App