તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસે બે સ્થળેથી દારૂ ઝડપી લીધો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીજીલ્લામાંથી ગઇકાલે જાહેરમાં પીધેલી હાલતમાં લથડીયા ખાતા પોલીસે અલગ અલગ સ્થળોએથી 16 શરાબીઓને પકડી પાડ્યા હતા. તમામ શરાબીઓને પોલીસે લોકઅપમાં ધકેલી દીધા હતા. તેમજ બે સ્થળોએથી દેશીદારૂનો વેચાણ કરતા પણ ઝડપાયા હતા.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગઇકાલે જીલ્લાની પોલીસે વિવિધ શહેર અને ગામડાઓમાં જાહેરમાં પીધેલી હાલતમાં લથડીયાખાતા કુલ 16 શરાબીઓને પોલીસે દબોચી લીધા હતા. તમામને પોલીસે નશાની હાલતમાં પકડીને લોકઅપમાં ધકેલી દીધા હતા. તેમજ અમરેલીના મોણપુર રોડ પરથી સોનલબેન રાજુભાઇ માથાસુરીયા પાસેથી રૂ.90નો દેશીદારૂ, સાવરકુંડલાના ભુંદરાપરામાંથી રમેશ સોમા વડેચા અને ભાકુ કેશુ દેગામા પાસેથી રૂ.350/-નો દેશીદારૂ પકડી પાડ્યો હતો. તેમજ પોલીસેઆગળની કાર્યવાહી હાથધરી હતી.

અન્ય સમાચારો પણ છે...