તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાવરકુંડલા ન.પાલિકાનું રૂ.48 કરોડનું બજેટ મંજુર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાવરકુંડલાશહેરની કોંગ્રેસ શાસિત નગરપાલિકાએ આજે બોલાવાયેલી બજેટ બેઠકમાં કોંગ્રેસના 20 સદસ્યો અને ભાજપના 16 સદસ્યો સાથે બજેટ બેઠકનો આરંભ થયો હતો અને પ્રથમ પાલિકાના સદસ્યના પુત્રના અવસાન સાથે શહેરીજનો માંથી સ્વર્ગસ્થ થયેલા મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવીને 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.

બાદમાં બજેટ બેઠકમાં 48 કરોડ 30 લાખ 96 હજાર 400નું બજેટ પાલિકા પ્રમુખ કુંદનબેન અઢિયાના અધ્યક્ષ સ્થાને રજૂ થયું હતું. ઉપપ્રમુખ નાસિર ચૌહાણ, કારોબારી ચેરમેન હસુભાઈ સૂચક સાથે કોંગ્રેસ ભાજપના સદસ્યોએ બજેટને સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું હતું. અને 5 કરોડનું પુરાંતવાળું બજેટ શહેરીજનોના વિકાસ સાથે કોંગ્રેસ શાસિત પાલિકાએ ઇતિહાસ સર્જ્યો હતો. મુરબ્બી નવીનચંદ્રભાઈ રવાણી, પૂર્વ કૃષિમંત્રી ધીરુભાઈ દૂધવાળાના સંપૂર્ણ માર્ગદર્શન તળે સાવરકુંડલા શહેરમાં થઈ રહેલા વિકાસલક્ષી કાર્યો પર કોંગ્રેસ અગ્રણી ચંદ્રેશભાઈ રવાણીના સ્વચ્છ સાવરકુંડલા રળિયામણું સાવરકુંડલાના સૂત્રને ખરા અર્થમાં સાર્થક કરવા કોંગ્રેસ શાસિત પાલિકાના સત્તાધીશો સાથે સદસ્યોએ વિકાસને પ્રાધાન્ય મળી રહે ને સાવરકુંડલાના વિકાસને અવિરત આગળ ધપે તેવા શહેરીજનોના સુભાષીશ સાથે બજેટ બેઠક સુખરૂપ સંપન્ન થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો