સાવરકુંડલા શહેરમાં દયારામબાપાની 268મી પુણ્યતિથિ ઉજવવામાં આવી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અષાઢી બીજનાં પવિત્ર દિવસે શહેરનાં મુખ્ય માર્ગો પર શોભાયાત્રા નિકળી

સાવરકુંડલામાંઅષાઢીબીજના પવિત્ર દિવસે દયારામબાપાની 268મી પુણ્યતિથિ ઉજવવામાં આવી હતી. કાર્યક્રમ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં ખૂબ મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા.

સાવરકુંડલામાં અષાઢીબીજના પવિત્ર દિવસે દયારામબાપાની 268મી પુણ્ગતિથિ ઉજવવામાં આવી હતી. જેમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમ કે, સાવરકુંડલાની બજારમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યુ હતું. જ્યારે સાવરકુંડલામાં સવારે 11 કલાકે સગરવાળા નાડા, જુના મંદિરેથી શોભાયાત્રા શહેરનાં મુખ્ય માર્ગો પર નીકળી હતી.

શોભાયાત્રમાં ભાવિકોએ દયારામબાપાના દર્શનનો લાભ લઇ ખૂબ મોટી સંખ્યામાં ભાવિકો શોભાયાત્રામાં જોડાયા હતા. શોભાયાત્રા પછી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતુ. પ્રસંગ નિમિત્તે સગર ભાઇઓ, બહેનોએ હાજરી આપી હતી.

પુણ્યતીથી નિમીતે વિશાળ શોભાયાત્રા નિકળી તસ્વીર-સૌરભ દોશી

અન્ય સમાચારો પણ છે...