સાવરકુંડલામાં પાલિકા દ્વારા સફાઇ ઝુંબેશ હાથ ધરાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દર પંદર દિવસે જુદાજુદા વિસ્તારોમાં જશે

સાવરકુંડલામાનગરપાલિકા દ્વારા સફાઇ ઝુંબેશ હાથ ધરવામા આવતા લોકોએ રાહત અનુભવી છે. શહેરના જુદાજુદા વિસ્તારોમા 100થી વધારે કામદારો સાથે સફાઇની કામગીરી કરવામા આવી રહી છે. શહેરમા હવે પંદર દિવસે અલગ અલગ વિસ્તારોમા કામગીરી હાથ ધરાશે. શહેરમા ઠેરઠેર ઉકરડાઓ અને ગંદકી ફેલાયેલી હોવાની અવારનવાર ફરિયાદો ઉઠતા પાલિકા દ્વારા શહેરમા સફાઇ ઝુંબેશ હાથ ધરવામા આવી હતી. અહી 100 જેટલા સફાઇ કામદારો સાથે નાવલી નદી, ગાંધીચોક, મણીભાઇ ચોક, આઝાદ ચોક સહિતના વિસ્તારોમા સફાઇ કામદારોએ સફાઇ કરી હતી. અહી નાસીરભાઇ ચૌહાણ, હસુભાઇ સુચક, હિતેષ સરૈયા સહિતના માર્ગદર્શન હેઠળ સફાઇ ઝુંબેશ હાથ ધરાઇ હતી. આગામી દિવસોમા દર પંદર દિવસે અહીના જુદાજુદા વિસ્તારોમા સફાઇ ઝુંબેશ ચાલુ રાખવામા આવશે અને શહેરને સ્વચ્છ અને રળીયામણુ બનાવવામા આવશે

અન્ય સમાચારો પણ છે...