તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમરેલી નર્સીંગની 50 બહેનોએ કર્યો પાગલ મહિલાઓનો અભ્યાસ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાવરકુંડલાથી પાંચ કિલોમીટર દુર હાથસણી રોડ ઉપર માનવમંદિર આવેલું છે. ચાર વર્ષથી કાર્યરત આ આશ્રમમાં હાલ 47 મનોરોગી મહીલાઓનું ભક્તિરામબાપુની નિશ્રામાં પુન: જીવન પ્રાપ્ત કરી રહી છે. જેના પર અહીં શાળા-કોલેજ અને સામાજિક સંસ્થાઓ અભ્યાસ કરવા, રિસર્ચ કરવા માટે આવે છે.

હાથસણી રોડ પર આવેલા માનવ આશ્રમમાંથી અત્યાર સુધીમાં 37 જેટલા પાગલો સાજા થઇ સમાજમાં પુન: સ્થાપિત થયા છે. ત્યારે હવે છેલ્લાં 6 માસથી આ માનવ મંદિર જાણે વૈજ્ઞાનિકો અને સામાજિક સંસ્થાઓ માટે એક રિસર્ચ સેન્ટર બની ચુક્યું છે.

લોકો અહીં આવે છે કારણ કે સમાજમાં રખડતા ભટકતા પાગલો કે કોઇને ઘેર પાગલ વ્યક્તિને સાજા કરવા એક લાંબો સમય માંગી લ્યે છે. અને પડકારરૂપ બની ગયું છે. ત્યારે આ આશ્રમમાં એક સાથે 47 જેટલી પાગલ મહીલાઓના જીવનમાં ઝડપથી આવી રહેલી રિકવરીએ આજના વિજ્ઞાન માટે પણ અભ્યાસનો વિષય બની ગયો છે.

મહીનામાં ત્રણેક સંસ્થાઓ કે પછી વિદ્યાર્થીઓની ટુકડી અહીં આવી ગોષ્ઠી કરીને અભ્યાસ કરી રહી છે. આજે આ માનવ મંદિર ખાતે અમેરલી નર્સીંગની 50 બહેનોની ટુકડીએ આવી અભ્યાસ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...