કુંડલાની હોસ્પીટલમાં તબીબોની નિમણૂંક માટે ઉપવાસ આંદોલન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાવરકુંડલા ખાતે આવેલી કે.કે. મહેતા સરકારી હોસ્પીટલમાં પણ વિવિધ વિભાગોમાં પુરતા ડોક્ટરો ન હોવાથી દર્દીઓને હેરાન થવું પડે છે. તેથી છનાભાઇ બાબરીયા દ્વારા આરોગ્ય કમિશ્નરને તાત્કાલીક ધોરણે ડોક્ટરોની નિમણુંક કરવા માટે રજૂઆત કરી છે. આ ઉપરાંત હોસ્પિટલમાં ગાયનેક ડોક્ટર ન હોવાથી ગરીબ મહિલાઓને ફરજીયાત ડિલેવરી માટે પ્રાઈવેટ હોસ્પિટલમાં જવું પડતું હોવાથી સિવિલ હોસ્પિટલમાં ગાયનેક ડોક્ટરને નિમણુંક આપવી. તેના માટે વિવિધ માંગોને લઈને સાવરકુંડલાના અગ્રણી બાબરીયા છનાભાઈ નથુભાઈ દ્વારા તા.15થી સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી પ્રતીક ઉપવાસ પર બેસવામાં આવ્યા છે. તથા તા.24 સુધીમાં કોઈ કાર્યવાહી નહીં થાય તો આમરણાંત ઉપવાસ પર ઉતરવાની ચીમકી આપી છે. તસ્વીર- સૌરભ દોશી

અન્ય સમાચારો પણ છે...