• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Savarkundla
  • ઇઝરાયલનાં PM ગુજરાતનાં પ્રવાસે અને સા.કુંડલામાં ઇઝરાયલી વસ્તુનો બહિષ્કાર

ઇઝરાયલનાં PM ગુજરાતનાં પ્રવાસે અને સા.કુંડલામાં ઇઝરાયલી વસ્તુનો બહિષ્કાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એક તરફ ઇઝરાયલના પ્રધાનમંત્રી ભારતના પ્રવાસે છે અને આવતીકાલે ગુજરાતમાં પણ આવવાના છે પરંતુ આવતીકાલે અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે તો મુસ્લિમ સમાજના લોકો ઇઝરાયેલી વસ્તુઓના બહિષ્કારની પ્રતિજ્ઞા લેશે. અહીં સૈયદ દાદાબાપુ કાદરીના નવાસાના બીજા ઉર્ષ શરીફનું આયોજન કરાયું છે. દાદાબાપુ મુસ્લિમ સમાજ સહિત સમગ્ર સમાજમાં વ્યસનમુક્તિ, કુરીવાજોને તીલાંજલી જેવા સુધારાવાદી અભિગમ સાથે ધર્મની જ્યોત જલાવીને બેઠા છે.

તેઓ લાંબા સમયથી સ્વદેશી અભિયાન પણ ચલાવી રહ્યાં છે ત્યારે આવતીકાલે ઉર્ષમાં વ્યસનમુક્તિ, ઘરેલુ ઝગડાનું સમાધાન, સુન્નતે રસુલ, નમજી બનવાની તહેરિક વિગેરેની સાથે-સાથે વિદેશી વસ્તુઓ અને ખાસ કરીને ઇઝરાયેલી વસ્તુઓના બહિષ્કારની પ્રતિજ્ઞા લેવડાવાશે. આ ઉર્ષનું આયોજન બાપુ સાહેબના મઝાર શરીફ મસ્જીદે ઉસ્માન ઉમર મહુવા રોડ સાવરકુંડલા ખાતે રાખેલ છે. ઉર્ષની અંતમાં ન્યાજનું આયોજન કરાયું છે તેમ સૈયદ અહમદ મુનીરબાપુ કાદરીએ જણાવ્યું હતું.

વેપારીઓ નથી વેચતા વિદેશી વસ્તુ
દાદાબાપૂ સ્વદેશી અભિયાન ઘણા સમયથી ચલાવી રહ્યાં છે. જેને પગલે સાવરકુંડલામાં મોટા ભાગના મુસ્લિમ વેપારીઓ મહદઅંશે વિદેશી વસ્તુઓનો વેપાર કરતા નથી. ઠંડા પીણાંથી લઈને વિવિધ પ્રકારની ચોકલેટ સુધીની વિદેશી વસ્તુઓ તેમની દુકાનમાં રાખતા નથી.

અન્ય સમાચારો પણ છે...