તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Savarkundla
  • કુંડલા ખાતે 258મો નેત્રનિદાન કેમ્પ યોજાયો, 24 દર્દીનાં મોતીયાના ઓપરેશન કરાયા

કુંડલા ખાતે 258મો નેત્રનિદાન કેમ્પ યોજાયો, 24 દર્દીનાં મોતીયાના ઓપરેશન કરાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાવરકુંડલા | સાવરકુંડલાસ્વામીનારાયણ મંદિરે 258માં નેત્રકેમ્પનું દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. અને નેત્રકેમ્પની શરૂઆત કરવામાં આવી હતી. કેમ્પમાં 195 દર્દીઓને તપાસવામાં આવ્યા હતા. ઉપરાંત તમામ દર્દીઓને ચા - પાણી તથા રહેવા જમવાની સુવિધા આપવામાં આવી હતી. તાજેતરમાં સાવરકુંડલા ગામે સ્વામીનારાયણ ગુરૂકુળ સંસ્થાના પ્રમુખ શાસ્ત્રી ભગવતપ્રસાદદાસજી અને વીરનગરના ડોક્ટર અને ભાવનગરના સી.એ. કીરીટભાઇ કે. મહેતાના પૌત્ર નમનકુમાર ઉન્મેશભાઇ મહેતા તથા પાર્થ ત્રિવેદી દ્વારા 258માં નેત્રકેમ્પનું દિપપ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને કેમ્પ યોજાયો હતો.આ કેમ્પમાં કુલ 195 દર્દીઓને તપાસવામાં આવ્યા હતા. જેમાંથી 24 દર્દીઓને વિનામુલ્યે મોતીયાના ઓપરેશન કરી મણી બેસારવામાં આવ્યા હતા. જ્યારે 170 દર્દીઓને આંખના ટીપા - ટ્યુબ અને 75 દર્દીઓને બેતાળાના ચશ્મા આપવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...