• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Savarkundla
  • સાવરકુંડલામાં પવનચક્કી મુદ્દે ચાલી રહેલ આમરણાંત ઉપવાસ સમેટાયું

સાવરકુંડલામાં પવનચક્કી મુદ્દે ચાલી રહેલ આમરણાંત ઉપવાસ સમેટાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉપવાસીની તબીયત લથડતા આખરે તંત્ર દોડતું થયું

સાવરકુંડલામાંમિતીયાળા જંગલ રિઝર્વ ફોરેસ્ટ છે. તો વડાળ ફોરેસ્ટ પણ સિંહો માટે આરક્ષીત એટલે કે રિઝર્વ્ડ ફોરેસ્ટ છે.અહિયા સંપુર્ણ સમય માટે સોળ સિંહો જ્યારે શેત્રુંજીમાં પુર આવે ત્યારે વધારાના 30જેટલા સિંહો વસવાટ માટે આવે છે. જગ્યા પર 3 હજારથી વધુ મોર વસવાટ કરે છે. સરકારમાં કોઈપણ રીતે ગોઠવણ કરી કેટલીક કંપનીઓ દ્વારા વિસ્તારમાં પવનચક્કીઓ ઉભી કરી દેવામાં આવી છે. જે સિંહો માટે ખતરારુપ છે. આની સામે સતત વિરોધ થતો આવ્યો છે પરંતુ હવે તો પવનચક્કી બંધ કરાવવા માટે એક પર્યાવરણપ્રેમી દિલીપ ગલે અન્નજળ ત્યાગ કરી આમરણાંત ઉપવાસ શરૂ કર્યા હતા. આજે ચોથા દિવસે તેમની તબિયત લથડતા તેઓને સ્થળ પર સારવાર આપવામા આવી હતી. અહી મામલતદાર, વન અધિકારી અને પોલીસ સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા.

ઉપવાસી દિલીપ ગલને મામલતદાર અનિરૂધસિંહ ઝાલા, પ્રાંત કલેકટર ઓફિસના ઝાલાવડીયા, સીટી પી.આઈ. ગોંસ્વામી, વન અધિકારી રામભાઈ મોર સહિતના અધિકારીઓની સમજાવટ અને બાહેધરી આપતા ઉપવાસી દિલીપ ગલ પારણા કરતા વહીવટી તંત્ર રાહત નો શ્વાસ લીધો હતો અને યુવાનની તબિયત લથડતા તેમને સારવારમાં ખસેડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...