સાવરકુંડલા પંથકમા વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામા પડી ગયા છે.

સાવરકુંડલા પંથકમા વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામા પડી ગયા છે. ખેડૂતોએ કપાસ, મગફળી સહિત પાકનુ વાવેતર તો કરી દીધુ છે....

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:11 AM
Savarkundla - સાવરકુંડલા પંથકમા વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામા પડી ગયા છે.

સાવરકુંડલા પંથકમા વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામા પડી ગયા છે. ખેડૂતોએ કપાસ, મગફળી સહિત પાકનુ વાવેતર તો કરી દીધુ છે. પરંતુ હવે વરસાદ ખેંચાતા પાક નિષ્ફળ જવાની ખેડૂતોને ભીતિ સતાવી રહી છે. ત્યારે ખેડૂતો સારા વરસાદની આશ લઇને બેઠા છે.

સાવરકુંડલા પંથકમા વાવણી થયા બાદ લાંબા સમયથી વરસાદ ન પડતા ખેડૂતો સવાર સાંજ પોતાના ખેતરે જઈ આકાશ તરફ જોઈ ભગવાનને પ્રાર્થના કરે છે કે પધારો મેઘરાજા પધારો. થોડા દિવસોમા વરસાદ નહિ પડે તો પાણી વગર પાક બળવા લાગશે અને ખેડૂતો પાયમાલ બની જશે. ચોમાસાના આરંભ સાથે રાજુલા જાફરાબાદમા મેઘમહેર થઇ હતી. જયારે જિલ્લાના હજુ પણ અનેક વિસ્તારો એવા છે કે જયાં વરસાદની ઘટ જોવા મળી રહી છે. મોટાભાગના ખેડૂતોએ કપાસનુ વાવેતર કર્યુ છે. ત્યારે હવે વરસાદ ખેંચાતા ખેડૂતો મુંઝવણમા મુકાયા છે. ત્યારે હવે સારો વરસાદ આવે તો ખેડૂતોનો પાક બચી શકે તેમ છે. તસ્વીર- સૌરભ દોશી

X
Savarkundla - સાવરકુંડલા પંથકમા વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામા પડી ગયા છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App