પાલિતાણામાં ગાઉ પરિક્રમામાં સાવરકુંડલાના યુવાનોની સેવા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાઉ પરિક્રમાનો આરંભ : જૈન લોકોમાં ભારે ઉત્સાહ

ભાવનગરતાબાના પાલિતાણા ખાતે શેત્રુંજય ગીરીરાજ પર્વતની ગાઉ યાત્રાનો આજથી આરંભ થયો છે. અહી ભાવનગર પ્રાર્થના યુવક મંડળ તેમજ સાવરકુંડલાના યુવાનો દ્વારા તમામ વ્યવસ્થા સંભાળવામા આવી છે. ગાઉ યાત્રાને લઇને જૈન સમાજમા ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. પાલિતાણા શેત્રુંજય ગીરીરાજ પર્વતની આજથી ગાઉ પરિક્રમાનો આરંભ થયો છે. અહી દેશભરમાથી જૈન સમાજના લોકો ઉમટી પડશે અને પુણ્યનુ ભાથુ બાંધશે. શેત્રુંજય પર્વત પર અનેક મનોરમ્ય દેરાસરો આવેલા છે જેમા મળનાયક આદિશ્વર દાદાનુ દેરાસર મુખ્ય છે. યાત્રા કરતા પહેલા યાત્રિકો જય તળેટીએ આવી પર્વતાધિરાજની સ્પર્શના કરી શેત્રુંજય ભેટવાનો આરંભ કરે છે. ગાઉ યાત્રા પુર્ણ કરી આવનાર યાત્રિકો માટે ભાવિકોની ભકિત બાંધવામાઆવેલા સો જેટલા પાલમા દહી,ઢેબરા, ચા,દુધ, ફળફળાદી, શેરડીનો રસ, સાકરનુ પાણી વિગેરે તૈયાર રાખવામા આવે છે અને યાત્રિકોને આગ્રહ કરી ખવડાવવામા આવે છે. યાત્રિકોની ભકિત સેવા વ્યવસ્થામા ભાવનગર પ્રાર્થના યુવક મંડળ અને સાવરકુંડલાના યુવાનો તમામ વ્યવસ્થા સંભાળી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...